જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૨૫ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષ ૨૦૨૧ -૨૨ના આ એક વર્ષના સમય ગાળા દરમિયાન પોલીસ ઝડપેલ દારૂના જથ્થાનો ખંભાળીયાના ધરમપુર ખાતે નાશ કરવામાં આવ્યો છે.

 

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષ દરમિયાન પોલીસએ કુલ ૩૮ દરોડામાં ૩૯૯૪ જેટલી અંગ્રેજી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે દારૂની કીમત ૧૫ લાખ ૭૯ હજાર આસપાસ થાય છે. જે દારૂનો જથ્થો જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયણી સુચના અને નાયબ જીલ્લા પોલીસ વડા હીરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ખંભાળીયા, પોલીસ ઇન્સ્પેક્ટર ખંભાળીયા અને નસાબંધી પી.એસ.આઈ.ણી હાજરીમાં રૂલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.