• લમ્પીથી મૃત્યુ પામેલ ગાયોનાં મૃતદેહ આમ રઝળતા છોડી દેવા કેટલા વ્યાજબી ?

જામનગર મોર્નિંગ - ભાણવડ : ગુજરાતમાં લમ્પી રોગચાળાએ ભરડો લીધો છે લમ્પી વાયરસનો રોગચાળો ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયો છે એમ માની શકાય છે. તંત્ર રોગચાળો કાબુમાં લેવા માટે પ્રયાસો કરે છે પણ ખરેખર થવા જોઈએ તેટલા નિયંત્રણના પગલાં ભરાતા નથી જેના હિસાબે રોગચાળાથી પશુધન મોટા પ્રમાણમાં નષ્ટ થઇ રહ્યું છે મૃત્યુ પામી રહ્યા છે અનેક પશુપાલકના વ્હાલસોયા પશુ મૃત્યુ પામ્યા છે તો અનેક રેઢીયાળ પશુ આ રોગથી મૃત્યુ પામ્યા છે.


લમ્પી રોગચાળાનો કહેર ભાણવડ શહેર અને તાલુકામાં પણ એટલો જ ફેલાયો છે મોટી સંખ્યામાં પશુધન મૃત્યુ પામ્યું છે. જેમાં સહુથી આઘાતજનક વાત તો તે છે કે આ મૃત્યુ પામેલ ગાયો સહિતના પશુધનને ભાણવડ શહેર નજીક નવાગામ બાજુ રસ્તા પાસે રઝળતા છોડી દેવાયા છે. મોટી સંખ્યામાં મૃતક પશુને ખુલ્લામાં નાખી દેવાતા ત્યાંના સ્થાનિક લોકોને મુશ્કેલીનો આરો નથી ગંદકી અને રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે જેથી કરીને તાત્કાલિક ધોરણે આ મૃતક પશુઓને અહીંથી ઉપાડીને તાત્કાલિક યોગ્ય થવા માંગ ઉઠી છે અન્યથા ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી અપાઈ છે.