એક બાળક સહિત બેના ઘટનાસ્થળે મોત: મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ: દોઢથી બે વર્ષની દીકરીનો ચમત્કારી બચાવ

જામનગર મોર્નિંગ - જામનગર 


મળતી વિગત મુજબ જામનગર - રાજકોટ હાઈવે પર ધ્રોલમાં આહિર કન્યા છાત્રાલય પાસે એક કારનો સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બીજલભાઈ જેઠવા તેમજ આઠ થી દશ વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ભાઈબીજના પવિત્ર દિવસે એક પરિવાર વેર વિખેર થઈ ગયો હતો જ્યારે દોઢથી બે વર્ષની દીકરીનો આબાદ બચાવ થયો હતો અને દીકરીને એક પણ ઈજા પહોંચી ના હતી.


આ પરિવાર અમદાવાદનો હોવાનું અને જામનગર જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે તેમજ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી મૃતકના પરિવારજનોને પણ જાણ કરી દીધી અને પોલીસની મહિલા ટીમ દ્વારા ચમત્કારી બચાવ થયેલ દીકરીની સાર સંભાળ રાખવામાં આવી રહી હતી.