વોર્ડ નંબર 6 અને 12 સહિતના વોર્ડમાં ઉત્સાહભેર આવકાર

જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામતો જાય છે. તમામ પક્ષોના ઉમેદવારોએ નામાંકન પત્ર ભરી દીધા બાદ હવે પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. જામનગર ઉત્તર મત વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાન અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુરે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે જેને તમામ વોર્ડમાં પ્રચંડ આવકાર મળી રહ્યો છે.

જામનગર (78) ઉત્તર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ મજબૂત અને સક્રિય કરશનભાઈ કરમુરને મેદાને ઉતાર્યા છે. કરશન ભાઈએ ગઈકાલે વોર્ડ નંબર 6 અને 12 ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેમને પ્રચંડ આવકાર આપી હાર-તોરા કરી જન સમર્થન આપ્યું હતું.

તેમજ પંજાબના આગેવાનો સાથે રાખી દર્શન સોસાયટી અને ભગવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજી દિલ્હીના શિક્ષણના એલઈડી મારફતે વિડીયો બતાવી લોકોને માહિતી આપી હતી અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા