જામનગર મોર્નિંગ - જામનગર : ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રીચર્સ સેન્ટર , લાખાબાવળ સુર્યાફાઉન્ડેશન , ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપેથી, આયુષ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આજે વિશ્વ નેચરોપેથી દિવસ નિમિતે સવારે ૦૯ કલાકથી ૧૧ કલાક દરમિયાન એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પતંજલિ કેન્દ્ર ડી.કે.વી.સર્કલ થી શરૂ કરીને શહેરના વિવિધ માર્ગો પર ફરી અને હરિયા સ્કુલ ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી.



તેમજ આજે સાંજે ૦૪.૦૦ થી ૦૬.૦૦ દરમિયાન કુંવરબાઇ જૈન ધર્મશાળા , ન્યુ જેલ રોડ,પવનચક્કી ખાતે ' રસોઈની રાણી' શીર્ષક અંતર્ગત નેચરોપેથી સારવાર વિષે માહિતી તથા તે અંગે જાગૃતિ કેળવવા એક સેમિનારનું આયોજન જાહેર જનતાના લાભાર્થે રાખવામાં આવેલ છે. આ વૈધ જીતુભાઈ પટેલ તથા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે જેનો જામનગરની જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ છે.