જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાંથી એક શખ્સને 500 ગ્રામ ગાંજા સાથે જામનગર એસઓજીએ ઝડપી લઈ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો અલી આમદ બ્લોચ (રહે. પાણીના ટાંકા પાસે, શંકરટેકરી) નામના શખ્સને એસઓજી પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમારની સૂચનાથી અરજણભાઈ કોડિયાતર અને સોયબભાઈ મકવાએ બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી 500 ગ્રામ ગાંજો કિંમત રૂ. 5000 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 8260 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.