જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે કાર્યવાહી કરી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં વિધાનસભા ચૂંટણી અન્વયે દેશીદારૂના ધંધાર્થી પર જામનગર જિલ્લા પોલીસે પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તવાઈ બોલાવી ચાલુ ભઠ્ઠી તેમજ આથાના 32 કેસો અને દેશીદારૂના આઠ કેસો કરી 315 લીટર દેશીદારૂ અને 3411 લીટર કાચો આથો કિંમત રૂ. 18,462ના મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ ગુજરાતભરમાં ચૂંટણીના પડઘા પડી ગયા છે અને આચારસંહિતા લાગી ગઈ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લાનું પોલીસ તંત્ર કડક કામગીરી કરી છે ત્યારે જામનગર જિલ્લામાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા પોલીસે અલગ અલગ 40 જગ્યાએ દરોડા પાડી દેશીદારૂના ધંધાર્થી પર તવાઈ બોલાવી હતી જેમાં જામજોધપુરના ડોકામરડા નેશ હોકળાના કાઠા પાસે દરોડો કરી 200 લીટર કાચો આથો મળી આવતા બધાભાઈ કરશન કોડીયાતર નામનો શખ્સ હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.
અન્ય દરોડામાં લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતો ધાધાભાઈ સુમરાજ સુમેત નામના શખ્સના રહેણાંક મકાનમાંથી 15 લીટર દેશીદારૂ અને 200 લીટર કાચો આથો સહિતનો મુદામાલ સાથે ઝડપી પાડ્યો તેમજ ધ્રોલ તાલુકાના ખારવા ગામની બાવની નદીના પુલથી આગળ સાબીર અબ્દુલ જુણેજા નામના શખ્સને દેશીદારૂ બનાવાનો કાચો આથો 150 લીટર સાથે ઝડપી લીધો હતો, તેમજ ધ્રોલમાં ચામુંડા પ્લોટ દેવીપુજક વાસમાંથી ગોગન ભવાન જખાણીયા નામના શખ્સને 4 લીટર દેશીદારૂ અને 30 લીટર કાચા આથા સાથે ઝડપી પાડ્યો હતો.
તેમજ શહેરના રણજીત સાગર રોડ મારવાડી વાસમાંથી રતીબેન દેવાભાઈ સોલંકી નામની મહિલાને 35 લીટર કાચો આથો તેમજ 4 લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડી હતી, દરેડ વાછરાડાડાના મંદિર પાછળથી વાલીબેન વિભાભાઈ સોરીયા નામની મહિલાના રહેણાંક મકાનમાંથી 20 લીટર કાચો આથો ઝડપી લઈ આરોપી મહિલાને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે, ગુલાબનગરમાંથી કાજલબેન રાયધનભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાંથી 11 લીટર દેશીદારૂ ઝડપી લઈ આરોપી મહિલાને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે, નવાગામ ઘેડમાં કારીબેન કાદરભાઈ દલ નામની મહિલાના મકાનમાંથી 5 લીટર દેશીદારૂ ઝડપી લઈ નોટીસ આપી છોડી મુકેલ છે, ગુલાબનગરમાંથી રંજુબેન લાલુભાઈ વજેલીયા નામના રહેણાંક મકાનમાંથી 7 લીટર દેશીદારૂ તેમજ 30 લીટર કાચો આથો કબ્જે કરી આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે, તે જ વિસ્તારમાં શારદા ધારશી સાડમિયા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો કરી 12 લીટર દેશીદારૂ તેમજ 15 લીટર કાચો આથો કબ્જે કરી આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે, જુના રેલ્વે સ્ટેશન પાસેથી હમીદા આમદ બુચડ નામની મહિલાના રહેણાંક મકાનમાંથી 10 લીટર દેશીદારૂ અને 100 લીટર કાચો આથા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલાબનગર વિસ્તારમાં રહેતી ભાવનાબેન જોરૂભાઈ સમૈયા નામની મહિલાના રહેણાંક મકાનમાંથી 3 લીટર દેશીદારૂ મળી આવતા મહિલાની શોધખોળ હાથ ધરી છે, બેડેશ્વર ધરારનગર-2 માંથી રાજકુંવરબા નટુભા ચુડાસમા નામની મહિલાને 4 લીટર દેશીદારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, મચ્છરનગરમાંથી જીવુબા કનકસિંહ જાડેજા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો કરી 8 લીટર દેશીદારૂ તેમજ 20 લીટર કાચા આથા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, ગુલાબનગર વિસ્તારમાંથી ભરત મેરુ સવાસરીયા નામના શખ્સને 4 લીટર દેશીદારૂ સાથે ઝડપી લીધો હતો, રાજીવનગર કોલોનીમાંથી દેવીબેન રમેશ રાઠોડ નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો કરી 6 લીટર દેશીદારૂ 15 લીટર કાચા આથો કબ્જે કરી આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે, બાવરીવાસમાંથી જમના જગદીશ સોલંકી નામની મહિલાના મકાનમાંથી 11 લીટર દેશીદારૂ અને કાચો આથો 45 લીટર તેમજ ગરમ આથો 50 લીટર કબ્જે કરી મહિલાની શોધખોળ હાથ ધરી છે.
જાગૃતિનગરમાંથી વર્ષા સેરસિંગ વાlઢીયાર નામની મહિલાને 25 લીટર દેશીદારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, તે જ વિસ્તારમાં ભગવતી પ્રકાશ બાવરી નામની મહિલાને 20 લીટર દેશીદારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, વુલનમીલ ફાટક પાસેથી બબલી રાજેશ વઢીયાર નામની મહિલાને 16 લીટર દેશીદારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, તે જ વિસ્તારમાં મનીષા રાજુ પઢીયાર નામની મહિલાને 10 લીટર દેશીદારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, તે જ વિસ્તારમાં રેખા રજકુમાર વઢીયાર નામની મહિલાને 10 લીટર દેશીદારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ખેતીવાડી ફાટક બાવરીવાસમાંથી ભાગવંતી કિશોર કોળી નામની મહિલાને 5 લીટર દેશીદારૂ તેમજ 225 લીટર કાચા આથા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, એ જ વિસ્તારમાં સરસ્વતી કોળી નામની મહિલાને 15 લીટર દેશીદારૂ અને 110 લીટર કાચા આથા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, તે જ વિસ્તારમાં ગંગા કમલ કોળી નામની મહિલાને 13 લીટર દેશીદારૂ અને 80 લીટર કાચા આથા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, તે જ વિસ્તારમાં રાણીબેન જબર બાવરી નામની મહિલાને 9 લીટર દેશીદારૂ તથા 100 લીટર કાચો આથો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, બેજવંતી બિજયરામસિંગ કોળી નામની મહિલાને 5 લીટર દેશીદારૂ 70 લીટર કાચા આથા સહિત મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી, માલા લખન કોળી નામની મહિલાને 5 લીટર દેશીદારૂ 50 લીટર કાચો આથો, સુલોચના હરીદાસ પરમાર નામની મહિલાને 10 લીટર દેશીદારૂ અને 225 લીટર કાચો આથો અને ઉષાબેન બિલ્લા ડાભી નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો કરી 10 લીટર દેશીદારૂ 40 લીટર કાચો આથો કબ્જે કરી મહિલાની શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment