જામનગર મોર્નિંગ - ખંભાળીયા

ખંભાળીયા વિસ્તારના ખેડુતોને વિશ્વાસમાં લઇ મગફળીની ખરીદી કરી ખેડુતોના રૂપીયા નહી ચુકવી છેતરપીંડી કરનાર ઇસમને પકડી પાડી કુલ રોકડ રૂા .૯૧,૬૨,૭૫૦/- જેટલી માતબર રકમની રિકવરી કરતી ખંભાળીયા પોલીસ


પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા છેતરીપીંડ તથા ચીટીંગ ના ગુન્હોઓ શોધી કાઢવા સુચના કરેલ કરેલ હોય જે અનુસંધાને મ્હે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ દેવભુમી દ્વારકા જીલ્લામાં છેતરપીંડી તથા ચીટીંગના જાહેર થયેલ ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢવા કડક સુચના કરેલ હોય . જે અનુસંધાને ના.પો.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ માર્ગદર્શન તથા સુચના કરેલ હોય ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગઇ તા .૧૭ / ૧૨ / ૨૦૨૨ ના રોજ ગુ.ર.ન .૧૧૧૮૫૦૦૪૨૨૧૩૩૮ / ૨૦૨૨ IPC કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો જાહેર થયેલ હોય જે અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા સાહેબશ્રીએ જાતેથી સંભાળી અને આરોપીને પકડવા માટે અલગ - અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે આરોપીને પકડવા માટે પ્રયત્નો કરી આરોપી મુરૂભાઇ લખુભાઇ કરમુર રહે આહિર સિંહણ ગામ તા.ખંભાળીયા વાળાને ગઇ તા.૨૨/૧૨/૨૦૨૨ અટક કરી આરોપીને રિમાન્ડ રિપોર્ટ સાથે કોર્ટમાં રજુ કરી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા સાહેબશ્રી દ્વારા નામ કોર્ટમાં આરોપીના રીમાન્ડની જરૂરીયાની દલીલો કરી નામ.કોર્ટ દ્વારા આરોપીના દિન -૫ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવેલ તથા ફર્ધર રીમાન્ડ મંજુર કરાવેલ છે . અને રિમાન્ડ દરમ્યાન આરોપીની યુક્તિ - પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીએ ખેડુતોની મગફળીનું વેચાણ કરેલ તે રોકડ રકમ નિચે મુજબ રીકવર કરેલ છે . ( ૧ ) આરોપીના રહેણાક મકાનેથી રોકડા .રૂા .૫,૨૦,૦૦૦ / ( ૨ ) આરોપીના સબંધીના ઘરે આરોપી દ્વારા રાખેલ રોકડ રકમ .૫.૭૦,૦૦,૦૦૦ / ( ૩ ) આરોપીને દલાલ તથા મગફળી વેચાણ કરેલ તે મીલના વેપારી પાસે લેવાની બાકી નિકળતી રોકડ રકમ રૂ.૧૬,૪૨,૭૫૦ / બાદ તપાસ દરમ્યાન બીજા વધારના ત્રણ સાહેદ ખેડૂતો સાથે પણ રૂ .૯,૩૯,૮૨૦ / - ની છેતરપિંડી કરેલ હોવાની હકિકત જણાવેલ જેથી આ ફરીયાદના કામે કુલ છેતરપિંડી રૂ .૯૮,૩૫,૫૫૫ / - થયેલ . આમ આજદીન સુધી આરોપીની તપાસ દરમ્યાન રોકડા રૂ.૯૧,૬૨,૭૫૪- રીકવર કરવામાં આવેલ છે . અને હાલ આરોપીની પુછપરછ ચાલુ છે અને હજુ પણ જરૂર જણાયે આરોપીના વધુ સમય માટે પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ કરી વધુ રકમ રીકવર કરવા તજવીજ ચાલુ છે .

આ કામગીરી ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એમ. ઝાલા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.