જય ગોસ્વામી - ખંભાળીયા


  •  સવારથી જ શરૂ થયેલા ધર્મોત્સવમાં માતાજીનાં ગુણગાન ગાતા ચારણ સમાજ માં હરખની હેલી જોવા મળી હતી.

 “ખીજ જેની ખટકે નહીં, જેને રૂદીયે મીઠી રીજ, એવી મઢડા વારી માતની આવી સોનલ બીજ” આવી અનેક પંક્તિઓ,ચર્જો, અને માતાજી ના ગીતો ચારણ સમાજના આધ્યાદેવી આઈ સોનલ માતાજી માટે શક્તિ પુત્રો ચારણ દ્વારા ઉકત કરવામાં આવેલ છે. સમગ્ર ચારણ સમાજ માટે આઈ સોનબાઈ માતાજીએ સમાજ જાગૃતતા માટે ના અનેક સેવાકાર્યો હાથ ધર્યા હતા સમાજ માં વ્યસન મુક્તિ અને વકરી રહેલા અન્ય દૂષણો ને દૂર કરવા તેમજ શિક્ષણ સહિતના સતકાર્યો સમાજ માં થાઈ અને સમાજ એક સંપ રહે માટે સોનલમાં વસવાટ કરતાં ચારણોના નેસળાઑ,ગામો અને સંમેલનોમાં માતાજી અચૂક પણે પહોંચી આશિર્વચનો માં સમાજ ને જીવન જીવવા માટે ની રાહ ચીંધતા હતા. માતાજીએ ગણ્યું ગણી ના શકાઇ એટલા સેવાકાર્યો ચારણ સમાજ માટે કરી ભેખ ધારણ કર્યો હતો...

 

સોનલ બીજના દિવસે સમસ્ત ચારણ સમાજ દ્વારા આધ્યાદેવી આઈ સોનબાઈ માતાજી ના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણ છોરુઓ અહી ભેગા મળી માતાજી ની આરાધના કરી ભજન,ભોજન અને ભક્તિ સમાં ધર્મોત્સવમાં માતાજી ના આશીર્વાદ મેળવે છે. આમ જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં માતાજી ની સોનલ બીજ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખંભાળિયા ના જડેશ્વર રોડ પર આવેલ આઈ સોનલ ધામ ખાતે માતાજીનાં 99 માં જન્મોત્સવ ની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. જે બાદ સ્વાગત આરતી અને સમૂહ ભોજન (પ્રસાદ)ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ લાભ લીધો હતો.