76, 77, 80, 81 અને 82 માં કોંગ્રેસની આશા પર આપે પાણી ફેરવ્યુ


જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર - દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, 2017 માં હાલારની સાત બેઠકો માંથી 4 બેઠકો કોંગ્રેસને મળી હતી. 2022માં જામનગર-દ્વારકામાં 76- કાલાવડ, 77- જામનગર ગ્રામ્ય, 78- જામનગર ઉત્તર, 79-જામનગર દક્ષિણ, 81- ખંભાળિયા, 82- દ્વારકામાં ભાજપની અને 80- જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.

સાત બેઠકોમાં કોંગ્રેસ હારી પણ 6 બેઠકોમાં ત્રીજા નંબર પર આવે ગઈ. કોંગ્રેસની પાંચ વર્ષમાં એવી હાલત થઈ કે ચારમાંથી એક સીટ પણ બચાવી ના શક્યું.

2022ની ચૂંટણીના પરિણામમાં રીતસરની આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પછાળી છે તેમ હાલારની સાત બેઠકોમાંથી પાંચ બેઠક પર આમ આદમી પાર્ટીના હિસાબે કોંગ્રેસને આમ આદમી પાર્ટીના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.

76- કાલાવડમાં આમ આદમી પાર્ટીના જીગ્નેશ સોલંકીને 43442 મત મળતા આ સીટ 2017 માં કોંગ્રેસ પાસે હતી તે 2022માં ભાજપના હાથમાં આવી હતી. 77-જામનગર ગ્રામ્યમાં પ્રકાશ દોંગાએ 31939 અને કાસમ ખફીને 29162 મત મળ્યા હતા જેથી કોંગ્રેસને ચોથા નંબર પર ધકેલી ભાજપના રાઘવજી પટેલની જીત થઈ હતી. જ્યારે જામનગર શહેરની ઉત્તર અને દક્ષિણ તો ભાજપના કબ્જામાં હતી અને તે જાળવી રાખ્યું છે. જ્યારે જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના હેમંત ખવાએ કોંગ્રેસના કબ્જામાંથી છીનવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.

જ્યારે 81 ખંભાળિયાની સીટ કોંગ્રેસના વિક્રમ માડમ પાસે હતી આ વખતે ઈસુદાન ગઢવીના આવવાથી મતોનું ગણિત બદલ્યું હતું અને આ સીટ પણ ભાજપના હાથમાં ગઈ હતી તેમજ દ્વારકામાં પબુભા માણેકની જીત 5 હજાર આસપાસ મતોથી થઈ હતી આનું કારણ છે કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયાને આમ આદમી પાર્ટીના ઉમેદવારના 25,000 મતો નળ્યા હતા. આ રીતે હાલારમાં સાત સીટોમાંથી પાંચ સીટો પર આમ આદમી પાર્ટી કોંગ્રેસને નળી હતી.