કચ્છ રાપરમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન

ભારતમાં પ્રાદેશિક વિસ્તારમાં અંધશ્રદ્ધાનો સર્વે જરૂરી- જાથા: અંધશ્રદ્ધાધી માનવીને બરબાદી-પાયમાલી મળી છે. અંધશ્રદ્ધા, ચમત્કારોથી માનવીનું તમામ પ્રકારે શોલ: ૨૫૦ કિશોર-કિશોરીને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું: ઈસાર સંસ્થાએ સન્માનમાં જાયાનો કાર્યક્રમ યોજયો: વિજ્ઞાન જાધાનો ૧૦૦૧૦ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન

જામનગર મોર્નિંગ - અમદાવાદ 


કચ્છ રાપ૨માં ઈસાર સંસ્થા, યુનિસેફ ગુજરાતના સહયોગથી ‘સથવારો મારો-તમારો–આપણા સૌનો’” કાર્યક્રમ અંતર્ગત ૨૫૦થી વધારે વાગડના કિશોર– કિશોરીઓના સન્માન કાર્યક્રમમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતોનો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. રાજય-કેન્દ્ર સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની તાતી જરૂરીયાત છે. વાગડ પંથકમાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ ગામડે-ગામડે જાગૃતિ માટેના પ્રયાસો જરૂરી છે. જાથાનો દસ હજાર દસમો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં દિપકભાઈ તેરૈયા, વૈશાલીબેન સોદાગર, લોકગાયિકા કલાકાર વિનતાબેન પટેલ, ઈસાર સંસ્થાના સંજલબેન જોષી, મથલના સરપંચ હુસેનભાઈ ખલીફા, દિનેશભાઈ મારવાડા, દિપ્તીબેન ઠક્કર, માણસુરભાઈ ગઢવી, પિન્ટુભાઈ વાઘેલા, જાદુગર ગજ્જર, શિવજી કાનાભાઈ, ભકિતબેન રાજગોરની હાજરીમાં ચમત્કારિક પ્રયોગથી કરવામાં આવ્યું હતું.

ઈસાર સંસ્થાના સેજલબેન જોષીએ ઉદ્દબોધનમાં જણાવ્યું કે વાગડ પંથકમાં અંધશ્રદ્ધા નાબુદી અભિયાનની તાતી જરૂરીયાત છે. લોકોની અલગ પ્રકારની જીવનશૈલી છે. કચ્છમાં અલગ વિસ્તારો રીત-રસમાં પણ ભિન્ન છે. ૨૫૦ કિશોર-કિશોરીઓના સન્માનમાં જાથાનો કાર્યક્રમ ઉપયોગી સાબિત થશે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. જાથાની સમાજ ઉપયોગી પ્રવૃત્તિએ લોકહૃદયમાં સ્થાન લીધું છે તે ગૌરવની વાત છે. વાગડ તારુણ્ય જેન્ડર પરિવર્તકનું આયોજન સફળ રહ્યું હતું. જાદુગર મુકેશ ગજ્જરએ પોતાની કલા આબેહુબ રજૂ કરી હતી.

કાર્યક્રમના અતિથિ દિપકભાઈ તેરૈયા, લોકગાયિકા નિતાબેન પટેલ, માણસુરભાઈ ગઢવી, વૈશાલીબેન સોદાગર, સરપંચ હસેનભાઈ ખલીફાએ પ્રસંગને અનુરૂપ પ્રવચનો આપ્યા હતા. કાર્યક્રમના સહાયક અમૃતભાઈ ગોહિલ, ધીરજભાઈ આહિર, મિનાક્ષીબેન વાઘેલા, વિશિષ્ઠ મોતી (મેવાસા), આશા (થોરિયાળી), ઉષાબેન (કલ્યાણપુર), જાવેદ (ગેડી), જયેશ (નાગપુર), જાગૃતિબેન (સઈ), પૂજા (પ્રાગપર), ગોપીબેન (ગવરીપર), ઉપરાંત સિમબેન બ્લોચ, ખોડાભાઈ પરમારએ ઉત્કૃષ્ઠ કામગીરી સાથે સન્માનનીય કિશોર-કિશોરીઓના કારણે કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા. સૌ કોઈએ જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જાથાના રાજય ચેરમેન ઍડવોકેટ જયંત પંડયાએ ઉપસ્થિત ૪૦૦ કિશોર-કિશોરીઓ, વાલીને સંબોધતા જણાવ્યું કે ઈસાર સંસ્થાની વાસ્તવિક કામગીરીની જાથા કદર કરે છે. સેજલબેન જોષીની નીડરતા સાથે પરિવર્તન સાથે કામની વિશિષ્ઠતા આંખને ઉડીને વળગે તેમ છે. તેમને અભિનંદન પાઠવું છું.

જાથાની પ્રવૃત્તિ દેશભરમાં ફેલાયેલી છે. અંધશ્રદ્ધા નિવારણનો કાયદો બનાવવાની તાતી જરૂરીયાત છે. રાજય-કેન્દ્ર સરકારે લોકોના હિતમાં નિર્ણય લેવાનો અવસર છે. વિજ્ઞાનથી માનવી સુખી-સમૃધ્ધ થયો છે. આપણે સૌ નજરે જોઈ શકીએ છીએ. વાગડ પંથકની અંધશ્રદ્ધા પણ અલગ છે. આ વિસ્તારમાં સર્વે કરી અંધશ્રદ્ધા નાબુદી અભિયાનના પ્રયાસો જરૂરી છે. અંધશ્રદ્ધાથી માનવીને અધોગતિ–બરબાદી મળી છે. આ વિસ્તારમાં લોકચળવળ જરૂરી છે. સમગ્ર કચ્છમાં વાગડ પંથકની જીવન પદ્ધતિ પણ અલગ છે. લોકોનો વ્યવહાર આત્મીય જોવા મળે છે. સહિયારા પ્રયત્નથી કામ થશે તો જ પરિણામ આવશે.

વિજ્ઞાન જાથાએ બે દિવસમાં આ પંથકમાં અંધશ્રદ્ધા જોવા મળી તેમાં સંતાન પ્રાપ્તિ માટે માનતા, તેમાં પણ દિકરા માટે કઠોર ટેક રાખે છે, માનતા (આખણી) માં ખાવા-પીવાની ટેક તો કયારેક પશુબલી કરતાં નજરે પડે છે. નાના બાળકો બિમાર પડે ત્યારે ગરમ સળીયાથી ડામ આપવો, દેવા, ડાઢા આપવા, શુભ કે સારા કામે જતી વખતે અવાજ ના આપવો, પાછળથી અવાજ આપે તો અશુભ માનવામાં આવે છે. હજી પણ બિલાડી આડી ઉતરવું, વિધુર ડોસીમા, ભારે નજર, માનવ–માનવ વચ્ચે છત-અછત, આભડછેટ, ઘરેલું ઝઘડાઓમાં ભુવા પાસે જવું, દોરા-ધાગા, વિધિ-વિધાન કરવા, આકસ્મિક મૃત્યુના કારણમાં પ્રેતાત્મા, તેનો વાસ, જમીન કે મકાનના પ્લોટમાં પ્રેત-આત્મા સંબંધી તરેહ તરેહની માન્યતા પ્રવર્તે, ખેતરમાં પાણી કઈ જગ્યાએ છે તે માટે ભોપા—તાંત્રિક, નિષ્ણાંતને બોલાવવા, ધાર્મિક સ્થાનથી પોતાનું બાજુનું મકાન ઉંચું ન રાખવું, અમુક દિશામાં બારી-બારણા ન રાખવા, માતાજીના સ્થાનકે જઈ સાચા-ખોટાના પારખા માટે ગરમ તેલમાં હાથ બોળાવવા, સતના પારખાની રીત-રિવાજ અનોખી જોવા મળે છે. વાગડ પંથકમાં લોકો ભોળા હોવાના કારણે વાર્તામાં આવી જવાથી વિશ્વાસઘાત બનાવો બને છે. અનેક ઘરેલ માન્યતા, પરંપરા જોવા મળે છે. આ વિસ્તારમાં અંધશ્રદ્ધા નિવારણના વાસ્તવિક કાર્યક્રમો જરૂરી છે.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે અહિંયા કિશોર-કિશોરીઓએ પોતાના અનુભવ વર્ણવ્યા જે ધ્યાને ખેંચે તેવા છે. વ્યકિત પોતાની સાહસિકતાથી ઉંચેર સ્થાન ભોગવે છે. ગ્રામ્ય કક્ષાએથી આવેલાએ પોતાની આવડતથી આગળ આવ્યા છે. સમાજના જુદા જુદા અનુભવો કાયમ પ્રેરણાસ્તોત્ર સાબિત થાય છે. ઈસાર સંસ્થાએ પીઠ થાબડી છે તેને વધુ સાર્થક કરશો. વાગડ પંથકમાં કિશોર-કિશોરીઓ ઘરેણું છે. વારંવાર અનુભવમાંથી શીખે છે તે આગળ આવે છે. કચ્છની ધરતી પુરુષાર્થને વરેલી છે તેથી અંધશ્રદ્ધાની ચુંગાલમાંથી કાયમ બહાર રહેશો તેવી શીખ આપી હતી. અવકાશી ગ્રહો-ગ્રહણો કદી નડતા નથી. જીવતા માણસો, નજીકના સગા-સંબંધી નડે છે તેનાથી સાવધાન રહેશો. કર્મકાંડ-ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ મળી છે.

ચમત્કારિક પ્રયોગોમાં એબના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, હાથ- માથા ઉપર દીવા રાખવા, સંમોહન, ધૂણવું–સવારી આવવાની તિંગ લીલા, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, સળગતા અંગારા ખાવા, શરીર ઉપર સળગતા કાકડા ફેરવવા વિગેરેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જાદગર મુકેશ ગજ્જર હાથ-ચાલાકીના પ્રયોગનું નિદર્શન કર્યું હતું. અંકલેશ ગોહિલ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, વિપુલ ગોસ્વામીએ ભાગ લીધો હતો.