સૌરાષ્ટ્રનો દબદબો: પાંચ ધારાસભ્યોને બનાવાયા મંત્રી: 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

જામનગર મોર્નિંગ - ગુજરાત 


ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તે બીજી તરફ 8 કેબિનેટ મંત્રી તેમજ 8 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે. દરેક વ્યક્તિને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી પાંચ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા છે.

મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલની સરકારમાં સૌરાષ્ટ્રને મહત્વ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી કુલ પાંચ ધારાસભ્યોને મંત્રીપદના શપથ લીધા છે. કુંવરજી બાવળિયાા, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરાએ મંત્રી પદના શપથ લીધા છે. તેમજ ભાનુબેન બાબરિયા, પુરૂષોત્તમ સોલંકીએ પણ મંત્રી પદના શપથ લીધા છે.

વિધાનસભાની ચૂંટણી વખતે જ્યાં સૌથી વધુ વિરોધ હતો તે સૌરાષ્ટ્રમાંથી પાંચ ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેરને લાંબા સમય બાદ કેબિનેટ મંત્રી તરીકેનું પદ આપ્યું છે. જેમાં વિજય રૂપાણી, વજુભાઈ વાળા બાદ રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય ભાનુબેન બારિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.


કનુભાઈ દેસાઈ - કેબિનેટ મંત્રી

ઋષિકેશ પટેલ - કેબિનેટ મંત્રી

રાઘવજીભાઈ પટેલ - કેબિનેટ મંત્રી

બળવંતસિંહ પરમાર - કેબિનેટ મંત્રી

કુંવરજી બાવળિયા - કેબિનેટ મંત્રી

મુળુભાઈ બેરા -       કેબિનેટ મંત્રી

કુબેરભાઈ ડિંડોર -    કેબિનેટ મંત્રી

ભાનુબેન બાબરિયા - કેબિનેટ મંત્રી

હર્ષ સંઘવી -            રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો

જગદીશ વિશ્વકર્મા -  રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો

પરસોતમ સોલંકી -    રાજ્યકક્ષાના મંત્રી

બચુભાઈ ખાબડ -     રાજ્યકક્ષાના મંત્રી

મુકેશ પટેલ -            રાજ્યકક્ષાના મંત્રી

પ્રફુલ્લ પાનસેરિયા -   રાજ્યકક્ષાના મંત્રી

ભીખુસિંહ પરમાર -   રાજ્યકક્ષાના મંત્રી

કુંવરજી સોલંકી -      રાજ્યકક્ષાના મંત્રી