આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ગઢવી સમાજની માંગ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર નજીક આવેલા ગોરધનપર ગામના પાટિયા પાસે ઈંડાકળીની રેંકડીએ જમવા બાબતે ઓર્ડર આપવાની બોલાચાલીમાં થયેલી માથાકૂટમાં એક યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી જ્યારે એક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી અને મોબાઈલ નંબરના લોકેશન મેળવવા અને ગાડી નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ત્યારે ગઢવી સમાજ દ્વારા હત્યાના આ બનાવમાં પાંચ આરોપીઓ હોવાનું જણાવેલ હોય પરંતુ પોલીસ ફરિયાદમાં કોઈપણ કારણોસર ત્રણ આરોપીઓના નામ જ લખ્યા હોય જેથી ગઢવી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને ફરિયાદમાં અન્ય બે આરોપીઓના નામ લખી પાંચેય શખ્સો પર કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

ગઢવી સમાજના જણાવ્યા અનુસાર નજરે જોનાર સાક્ષી પેથાભાઈ સાખરાએ પાંચેય શખ્સોને જોયા હોય પરંતુ પોલીસે નિવેદન લીધું નથી અને જરૂર પડશે તો નિવેદન લેશુ તેવું જણાવેલ હતું ત્યારે ગઢવી સમાજ દ્વારા તમામ આરોપીને સજા મળે અને કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.