જામનગર મોર્નિંગ - ખંભાળિયા
ખંભાળિયામાં વિનાયક સોસાયટીમાં થયેલ મંગળસૂત્ર અને રોકડની ચોરી કરનાર શખ્સને દ્વારકા એસઓજીએ ગણતરીના દિવસોમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન બાજુમાં વિનાયક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી બે - ત્રણ દિવસ પહેલા સોનાના મંગળસૂત્ર અને રૂ. 6000 રોકડ મળી કુલ રૂ. 1,56,000ની ચોરી કરી હોય તેવી ફરિયાદ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા બાદ દ્વારકા એસઓજીને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે, ખંભાળિયામાં નવાનાકા પાસે સોનાના દાગીના વેચવાની કોઈ શખ્સ પેરવી કરતો હોય બાદ શખ્સને ઝડપી લઈ પુછપરછ કરતા વિનાયક સોસાયટીમાંથી ચોરી આચરી હોય અને કબજામાંથી રૂ. 1,50,000ની કિંમતનું મંગળસૂત્ર અને રોકડ રકમ રૂ. 5700 કબ્જે કરી વાડીનાર અકબરી ચોક ખાતે રહેતો તાલબ ઉર્ફે બોચીયો ઉમર સુંભણીયાને ઝડપી લઈ વધુ પૂછપરછ માટે ખંભાળિયા પોલીસમાં સોંપી કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી પીઆઈ પી.સી. સિંગરખિયા તથા સ્ટાફના રાજેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, કિશોરસિંહ જાડેજા, ખેતશીભાઈ મુન, કરણકુમાર સોંદરવા અને દિનેશભાઈ ચાવડાએ કરી હતી.
0 Comments
Post a Comment