જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં પંચવટી કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ક્રિકેટ પર જુગાર રમતા શખ્સને એલસીબીએ ઝડપી લઈ એક શખ્સનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પંચવટી કોલોની જુના પેટ્રોલપંપની બાજુમાં જાસોલીયા એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 2માં રહેતો દાઉદ અલ્લારખા કુંગડા નામના શખ્સને ગુગલક્રોમમાં ટેસલા આઈડીથી ક્રિકેટમાં જુગાર રમતો હોય તે દરમ્યાન એલસીબીના અજયસિંહ ઝાલા અને હરદીપભાઈ ધાધલે બાતમીના આધારે દરોડો કરી 20,000 રોકડ અને એલસીડી ટીવી અને મોબાઈલ ફોન સહિત રૂ. 35,000નો મુદામાલ કબ્જે કરી આઈડી આપનાર અમિત નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભારતી ડાંગરે કરી હતી.