તસ્વીર - સુમિત દતાણી, ભાણવડ |
જામનગર મોર્નિંગ - ભાણવડ તા.27 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા સેવા સદન કચેરીના બિલ્ડીંગના પ્રવેશ દ્વાર પર જ જંગલી મધમાખીના મોટા ઝુંડ લાંબા સમયથી આવેલ છે. આ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી, સબ રજીસ્ટાર, સીટી સર્વે, ટ્રેજરી, સિંચાઈ, માર્ગ અને મકાન વિભાગ જેવી અલગ અલગ કચેરીઓ કાર્યરત હોવાથી નિયમિત મોટી સંખ્યમાં અરજદારો નાગરિકો તાલુકા સેવા સદનમાં આવતા હોય છે.
તાલુકા સેવા સદનના બંને પ્રવેશ દ્વાર પર જ જંગલી મધમાખીના મોટા મોટા ઝુંડ ઘણા લાંબા સમયથી આવેલ છે અંગે અગાઉ પણ કચેરીના અધિકારીઓ કર્મચારીઓના ધ્યાન દોરવા છતાં કોઈએ નિકાલ કર્યો નથી. જંગલી મધમાખીને લોકો ઝેરી મધમાખી તરીકે પણ ઓળખે છે. મધમાખીઓ અવારનવાર ઉડતા ઉડતા કચેરીની અંદર પણ ઘુસી જતી હોય છે અનેક વખત મધમાખીઓ ઊડતી હોવાથી લોકોને પ્રવેશ કે કચેરી માંથી બહાર નીકળતી વેળાએ મધમાખી મધપુડા પર બેસી જાય તેની રાહ જોવી પડતી હોય છે. ભાણવડ તાલુકા સેવા સદનના બિલ્ડીંગમાં ચારેકોર આવા મધપુડા આવેલ છે જે કોઈ અકસ્માતે મધમાખી કોઈ અરજદાર મુલાકાતી કે અધિકારી કર્મચારીને ડંખ મારે તે પહેલા દૂર કરવા જોઈએ.
0 Comments
Post a Comment