બહેન જોડે ફોનમાં વાત કરવાની ના પાડતા પાઈપ વડે મારકૂટ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પાડોશીએ ઝાડના પાંદડા અમારા ફળિયામાં કેમ પડે છે તેમ કહીને પિતા, પત્ની અને પુત્રને તલવાર, છરી વડે માર મારી ઈજાઓ પહોંચાડતા સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મહાકાળી સર્કલ પાસે યુવાને બહેન સાથે ફોનમાં વાત કરવાની ના પાડતાં લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં બંને બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ નવાગામ ઘેડ આનંદ સોસાયટી શેરી નંબર બે ખાતે રહેતા સાદીકભાઈ કાસમભાઈ ખફી શનિવારે રાત્રે પોતાના ઘરે હોય ત્યારે યોગેશ બારોટ, કલ્પેશ બારોટ, દીપુ બારોટ અને યોગેશ બારોટની પત્ની સાદીકભાઈને કહેવા લાગ્યા કે તમારા ઝાડના પાંદડા અમારા ફળિયામાં આવે છે જેથી સાદીકભાઈએ કહ્યું કે ઝાડના પાંદડા ખરીને ગમે ત્યાં પડતાં હોય તેમ કહેતાં બારોટ પરિવારના સભ્યો ઉશ્કેરાઈ જતા યોગેશે તલવાર વડે સાદીકભાઈના માથામાં ઘા મારતા છ ટાકાની ઇજા પહોંચાડી તેમજ છાતીના ભાગે એક ઘા મારી આઠ ટાંકાની ઈજાઓ પહોંચાડતા તેમજ કલ્પેશ બારોટે છરી વડે ડાબા હાથની કોણી પાસે ઘા મારી અને બીજો ઘા જમણી બાજુના ખાંભાના ભાગે ઘા મારતા ત્રણ - ત્રણ ટાંકાની ઇજા આવતા યોગેશ બારોટના બનેવી દીપુ બારોટે સાદીકભાઈને ઈંટનો ઘા મારી સાદીકભાઈના દીકરા સહેઝાદને કલ્પેશ બારોટે છરીનો એક ઘા ગાલ પર મારી યોગેશ બારોટની પત્નીએ સાદીકભાઈના પત્નીને મનફાવે તેમ ગાળો આપી યોગેશ બારોટે જાનથી મારી નાખવાની ધમકી આપતા સાદીકભાઈએ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 323, 324, 504, 506(2), 114 તથા જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


જ્યારે જામનગરમાં મહાકાળી સર્કલ પાસે રખલના દેગા પાસે મયુર બાવરફાળની બહેન સાથે રાહુલ અમરીશ શેખવા નામનો શખ્સ ફોન પર વાત કરતો હોય જેથી અજય ભીખાભાઈ મકવાણા અને મયુરે ફોનમાં વાત કરવાની રાહુલને ના પાડતાં રાહુલે આ બાબતનો ખાર રાખી મયુરને જાહેરમાં ગાળો આપી લોખંડના પાઈપ વડે રાજેશભાઈ બાવરફાળને માર મારી ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડતા અજયે સીટી સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 325, 324, 323, 504, 114, 294(ખ) તથા જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.