• આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ:


જામનગર મોર્નિંગ - જામનગર


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળી છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને ગુજરાત ભરમાં ચર્ચા ચાલુ થઈ હતી ત્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સ્પષ્ટતા કરી હતી કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.

ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરના ભૂપત ભાયાણી પણ તેમના કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાવાના છે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. ત્યારે ભૂપત ભાયાણીએ મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં છું ભાજપમાં જોડાયો નથી પણ આગામી સમયમાં આગેવાનો સાથે મળીને નિર્ણય કરીશું.

ઉપરાંત ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે હું આપમા છું અને આપમાં જ રહીશ. મને પૈસા નો કે સત્તાનો મોહ નથી. મારા મતદારાએ મારા પર વિશ્વાસ મુક્યો છે એટલે હું જનતા સાથે રહીશ અને કેજરીવાલે મુકેલા વિશ્વાસને હું નહીં તોડું જણાવ્યું હતું.