ખાસ ફિઝિશિયન દ્વારા દર્દીઓની કરવામાં આવે છે ટ્રીટમેન્ટ
જામનગર મોર્નિંગ - જામ ખંભાળિયા(કુંજન રાડિયા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં વધુ કેટલીક સેવાઓ પ્રાપ્ય બની છે. જેમાં કિમો થેરાપી અંગેની ફોલો અપ સારવાર હવે થઈ શકે છે.
અંગે માહિતી આપતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મનોજ કપૂર તથા અમદાવાદથી ખાસ મૂકવામાં આવેલા ડોક્ટર નરેશભાઈ દ્વારા જણાવ્યા મુજબ કેન્સરની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી કિમો થેરાપી અંગે ટ્રીટમેન્ટ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દર્દીઓએ હવે અન્ય સ્થળે કે પુનઃ સિવિલ હોસ્પિટલમાં ફરજિયાત પણે જવું જરૂરી નથી. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા કિમો થેરાપી સેન્ટર ખાતે ડોક્ટર નરેશ દ્વારા સેકન્ડ કે થર્ડ ડોઝ આપવા સહિતની સારવાર તેમજ દવા આપવામાં આવશે.
અહીંની સરકારી હોસ્પિટલમાં વધુ એક સેવાનો ઉમેરો થતાં કિમો થેરાપીના દર્દીઓમાં રાહતની લાગણી જોવા મળી છે.
0 Comments
Post a Comment