મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત “બેટી બચાવો બેટી પઢાવો ”

જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ - ફિરોઝ સેલોત) 

યોજનાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી. ભવન ઘોઘા ખાતે તા: ૧૧ જાન્યુઆરીના રોજ “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આઈ.સી.ડી.એસ. ઘોઘા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૫ થી ૧૮ વર્ષની પૂર્ણા કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાળ શક્તિ કેન્દ્ર, નારી અદાલત ઘોઘા, જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર, તાલુકા હેલ્થ ઓફીસ ઘોઘા, ભાવનગર જીલા કો- ઓપરેટીવ  બેંક, ઘોઘા ઈંગ્લીશ સ્કુલ, તાલુકા કાનૂની સેવા સમિતી તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા, અને અભયમ મહિલા હેલ્પલાઇન સહિતના વિભાગોએ કાર્યક્રમ સફળ બનાવેલ હતો.
આ કાર્યક્રમમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જાનવીબા ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ વેગડ, ઘોઘા આઈ.સી.ડી.એસના એન.ટી. વ્યાસ. ઘોઘા આઈ.સી.ડી.એસ સ્ટાફના દિવ્યાબેન, આશાબેન, આરતીબેન, હસ્તીબેન, વનીતાબેન, જયેશભાઈ, વિષ્ણુભાઈ, અનકભાઈ તથા રિયાઝભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.