જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં પ્રતિબંધિત ચાઈના દોરીની ફિરકી 35 નંગ પોલીસે કબ્જે લઈ એક શખ્સને ઝડપી પાડ્યો છે.

ઉતરાયણનો તહેવાર નજીક હોવાથી જામનગર શહેર-જિલ્લાના અનેક વિસ્તારોમાં દોરી પતંગનું વેચાણ શરૂ થઇ ગયું છે. જેને લઇને જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈના દોરી વહેંચતા વેપારીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે, આમ છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી વિવિધ વિસ્તારોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.  

ત્યારે જામનગરમાં દિ. પ્લોટ 54 વારાહી ડેરી એન્ડ સિઝન સ્ટોર્સ નામની દુકાનમાં ચંદ્રકાંત ઉર્ફે ચંદન તુલસી ગોરી ચાઈનીઝ દોરાનું વેંચાણ કરતો હોય તેને 35 નંગ ફિરકી કિમંત રૂ. 5250ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, રવીન્દ્રસિંહ પરમાર, મહીપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા અને યોગેન્દ્રસિંહ સોઢાએ કરી હતી.