જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં ખોડીયાર કોલોનીમાંથી ચોરાઉ એક્ટિવા સાથે એક શખ્સને એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.ડી. વસાવાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે સંજયસિંહ વાળા, દિલીપભાઈ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગર શહેરમાં આવેલ ખોડીયાર કોલોનીમાં જુની શાક માર્કેટ પાસેથી સુનીલ દિપક ધનધાણીયા (રહે. વેલનાથનગર-1) નામના શખ્સને ચોરાઉ એક્ટિવા કિમંત રૂ. 30,000 સાથે ઝડપી લઈ આરોપી શખ્સને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા અને ભારતીબેન ડાંગરે કરી હતી.
0 Comments
Post a Comment