જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર, અમરેલી, રાજકોટ, દ્વારકા, જુનાગઢ, દ્વારકા કચ્છ અને મોરબી જિલ્લામાં ઘમરોળી કુલ 69 ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચાર શખ્સોને એલસીબીએ પકડી લીધા હતા દરમ્યાન તેમના વિરુધ્ધ ગેંગ કેસની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારે મિલ્કત સંબંધી ગુનાઓ આચરનાર ઈસમો વિરુધ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને સુચના આપેલ જે અન્વયે એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એસ.પી. ગોહીલ દ્વારા જામનગર જિલ્લામાં ઘરફોડ ચોરીઓ આચરનારા શખ્સો વિરુધ્ધ જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ.

જામનગર શહેરમાં વૈશાલીનગર સરકારી સ્કુલની બાજુમાં રહેતો આબીદ ઉર્ફે આબલો રસીદ ચગડા, ધરારનગર સલીમબાપુની મદ્રેસા પાસે રહેતો અબ્દુલ કાસમ જોખીયા, તે જ વિસ્તારમાં રહેતો હુશેન ઉર્ફે હુશનો ચોર અલીમામદ અને ધરારનગર વિસ્તારમાં રહેતો ઈસ્માઈલ ઉર્ફે ભુરો ઈબ્રાહીમ પરાની નામના ચાર શખ્સોનો ગુનાહિત ઇતિહાસ સર્ચ કરતા હુશેન જોખીયા સામે 35, અબ્દુલ જોખીયા સામે 21, આબીદ ચગડા સામે 10 અને ઈસ્માઈલ પરાની સામે 3 ગુનાઓ નોંધાયેલ હોય જેથી ગેંગ કેસની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

આરોપીઓ વિરુધ્ધ જામનગર શહેર, ધ્રોલ, લાલપુર, જામજોધપુર, જામનગર ગ્રામ્ય, અમરેલી જિલ્લામાં બોટાદ પોલીસ સ્ટેશનમાં, રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્યના ધોરાજીમાં, જુનાગઢ શહેરમાં, દ્વારકાના ખંભાળિયા શહેરમાં, કચ્છના મુદ્રા પોલીસ સ્ટેશનમાં, મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા હોય તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહીલ, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, વનરાજભાઈ મકવાણા, અશોકભાઈ સોલંકી, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઈ તલાવડીયા, શરદભાઈ પરમાર, હરદીપભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી અને બીજલભાઈ બાલસરાએ કરી હતી.