જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર સમસ્ત જૈન યુવા સંગઠન દ્વારા તેમજ સમસ્ત જૈન સમાજના ભાઈઓ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ બહેન અને બાળકો માટે સાંજના ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.

સમસ્ત જૈન યુવા સંગઠન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સર્વપ્રથમ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનું પ્રારંભ આવ્યું હતું. સમસ્ત જૈન યુવા સંગઠનના પ્રમુખ નિલેશભાઈ કગથરા તેમજ મંત્રી જતીન નેતા ક્ધવીનર દર્શન શેઠ તેમજ પ્રિયંક બી પારેખ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં ભરતભાઈ વસા, હિંમતભાઈ ઝવેરી, વિજયભાઈ શેઠ, રાજુભાઈ કોલસાવાળા, રિતેશભાઈ ધાનાણી, બીપીનભાઈ વાધર, સુરેશભાઈ પઢીયાર, પ્રમોદભાઈ કોઠારી, દિનેશભાઈ શાહ, કમલભાઈ ગોસરાણી, પ્રદીપભાઈ શાહ, સુરેશભાઈ પારેખ, સુનિલભાઈ તેમજ જૈન અગ્રણી વી. પી. મહેતા, ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટના ભરતભાઈ પટેલ, સુમેર સ્પોર્ટ્સ ક્લબ પ્રમુખ રાજુભાઈ શેઠ તેમજ હરીશભાઈ ગુઢકા તેમજ વિજયભાઈ સંઘવી, જીતુભાઈ નિલેશભાઈ ઉદાણી તેમજ ધીરેનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

આ ટુર્નામેન્ટ તારીખ 23, 24, 25 ત્રણ દિવસમાં અલગ-અલગ 11 ખેલાડીઓની ટીમ રમશે. સુમેર સ્પોર્ટ્સ ક્લબ ખાતે બંને ટીમ સામે સામે ટકરાશે, વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે.