કોલકોતા મેટ્રોમાં વાઈ-ફાઈ સર્વિસિઝ પૂરી પાડવાને લઈને મંત્રણાના આખરી તબક્કામાં 

  • કંપની વાર્ષિક 15 કરોડ પેસેન્જર્સ કે તેથી વધુના ટાર્ગેટ સાથે દૈનિક 7-8 લાખ પેસેન્જર્સને સેવા પૂરી પાડવાનો ટાર્ગેટ ધરાવે છે.
  • કંપની સુપર-એપ લોંચ કરવાનું વિચારી રહી છે. જે પેસેન્જર્સને મુસાફરી દરમિયાન વાઈ-ફાઈનો લાભ પૂરો પાડશે.
  • જુલાઈ 2022માં ક્રેસેન્ડાએ સાઉથ આફ્રિકાની બૂફ્શેલ્ફ્કોની આગેવાની હેઠલના કોન્સોર્ટિયમ સાથે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુપર એપ ડેવલપમેન્ટ, ડિજિટલ સર્વિસિસ વગેરે પૂરા પાડવા માટે ત્રણ વર્ષ માટે એમઓયૂ સાઈન કર્યાં હતાં. 
  •  નોન-ફેર રેવન્યૂ સેગમેન્ટમાંથી ક્રેસેન્ડાની રેવન્યૂ શરૂઆતી વર્ષોમાં વાર્ષિક રૂ. 75 કરોડને પાર કરે તેવી અપેક્ષા છે. જ્યારે કંપની ટેક્સ અગાઉ 15-20 ટકાનું પ્રોફિટ માર્જિન દર્શાવે તેવી અપેક્ષા છે.

જામનગર મોર્નિંગ - જામનગર

ક્રેસેન્ડા સોલ્યુશન્સ લિમિટેડ – અગ્રણી આઈટી સોલ્યુશન્સ, ડિજિટલ મિડિયા અને આઈટી અનેબલ્ડ સર્વિસિસ પ્રોવાઈડર કંપનીએ કોલકોતા મેટ્રોમાં ઈન-કોચ ડિજિટલ એડવર્ટાઈઝિંગ માટે 5-વર્ષ માટેનો પ્રતિષ્ઠિત ઓર્ડર મેળવ્યો છે. આ કોન્ટ્રેક્ટ વધુ પાંચ વર્ષો માટે રિન્યૂ થઈ શકે તેવો છે. કંપની વાર્ષિક 15 કરોડ પેસેન્જર્સ કે તેથી વધુના ટાર્ગેટ સાથે દૈનિક 7-8 લાખ પેસેન્જર્સને સેવા પૂરી પાડવાનો ટાર્ગેટ ધરાવે છે. કંપની ઈન-કોચ વાઈ-ફાઈ સર્વિસિઝ પૂરી પાડવા માટેના કોન્ટ્રેક્ટને લઈને આખરી તબક્કાની મંત્રણામાં પહોંચી ચૂકી છે. 

કોલકોતા મેટ્રો ટ્રેઈન્સ દૈનિક 39 ટ્રેન્સ ઓપરેટ કરે છે. જે 15 કલાકની સર્વિસિસ પૂરી પાડે છે. દરેક ટ્રેન 9 કોચિસ ધરાવે છે. જ્યારે દરેક કોચમાં 2 ટેલિવિઝન સેટ હોય છે. જેમાં કંપનીએ ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ માટે એક્સક્લૂઝીવ રાઈટ્સ મેળવ્યાં છે. આ પ્લેટફોર્મ પર કુલ એડવર્ટાઈઝમેન્ટ કન્ટેન્ટ માટે 70 ટકા કમર્સિયલ એડવર્ટાઈઝીંગનો સમાવેશ થાય છે. જ્યારે 30 ટકા એડવર્ટાઈઝમેન્ટ સ્ટોલ ગવર્મેન્ટ એડવર્ટાઈઝમેન્ટ્સ માટે અનામત રહેશે. 

સપ્ટેમ્બર 2022માં ક્રેસેન્ડા સોલ્યુશન્સે રેલ્વે મંત્રાલયમાં સાઉથ-ઈસ્ટર્ન રેલ્વે(SER)નેનોન-ફેર રેવન્યૂ(NFR) પ્રપોઝલ્સ માટે કોમ્પ્રિહેન્સિલ સર્વિસિસ પૂરી પાડવા માટે અરજી કરી હતી. જેમાં વાઈ-ફાઈ, એડવર્ટાઈઝીંગ, પિક અપ અને ડ્રોપ સર્વિસિઝ તથા તેમની ઉપર મુવીંગનો સમાવેશ થતો હતો. ટ્રેઈન્સમાં ઈન્ફોટેઈનમેન્ટ સર્વિસિસ પ્રિલોડેડ મલ્ટીલિન્ગ્યૂઅલ કન્ટેન્ટ ઓફર કરે છે. જેમાં મૂવીઝ, ન્યૂઝ, મ્યુઝિક વિડિયો અને જનરલ એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ થાય છે. તે કોચિસમાં સ્થાપિત બફર-ફ્રી મિડિયા સર્વર્સ મારફતે પૂરી પડાતી હોય છે. 

આ અંગે વધુ વિગતો જણાવતાં, કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટક સૌમ્યાદ્રી શેખર બોઝે જણાવ્યું હતું કે, “નોન-ફેર રેવન્યૂ પ્રપોઝલ્સને હેન્ડલ કરવાની આ તક ક્રેસેન્ડાને માર્કેટમાં મહત્વની સ્થિતિમાં મૂકશે. કંપની વાર્ષિક 15 કરોડથી વધુના ટાર્ગેટ સાથે દૈનિક ધોરણે 7-8 લાખ પેસેન્જર્સને સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ સર્વિસિઝમાંથી કંપનીની વાર્ષિક આવક શરૂઆતી વર્ષોમાં રૂ. 75 કરોડને પાર કરે તેવી અપેક્ષા છે. તેમજ ટેક્સ અગાઉ પ્રોફિટ માર્જિન 15-20 ટકા જળવાય તેવી અપેક્ષા છે.” 

કંપની પ્રવાસીઓને તેમની મુસાફરી દરમિયાન વાઈ-ફાઈનો લાભ મળે તે માટે સુપર-એપ લોંચ કરવાનું આયોજન કરી રહી છે. જે હેતુસર કંપનીએ જુલાઈ 2022માં ક્રેસેન્ડાએ સાઉથ આફ્રિકાની બૂફ્શેલ્ફ્કોની આગેવાની હેઠલના કોન્સોર્ટિયમ સાથે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુપર એપ ડેવલપમેન્ટ, ડિજિટલ સર્વિસિસ વગેરે પૂરા પાડવા માટે ત્રણ વર્ષ માટે એમઓયૂ સાઈન કર્યાં હતાં. તે વિવિધ માર્કેટિંગ સર્વિસિસના સ્ટેટિક અને મોબાઈલ પ્લેટફોર્મ્સ પર ચઢિયાતી સર્વિસિસ ઉપલબ્ધ બનાવી એડવાન્સ્ડ સુપર એક્સપિરિયન્સ પૂરો પાડશે. આ નિપુણતા અને અનુભવ સાથે ક્રેસેન્ડા દેશભરમાં બહુવિધ સ્થળોએ તેની સર્વિસિઝનો ઉપયોગ કરતાં ગ્રાહકોને રૂકાવટ વિના મોબાઈલ એર, સી અથવા તો રોડ મારફતે વાઈ-ફાઈ સર્વિસિઝ પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવે છે. 

ક્રેસેન્ડા સોલ્યુશન્સ લિમિટેડ એ ભારત સ્થિત કંપની છે. જે ઈન્ફર્મેશન ટેક્નોલોજી(આઈટી), ડિજિટલ મિડિયા અને આઈટી અનેબલ્ડ સર્વિસિસ પૂરી પાડવામાં સક્રિય છે. કંપની વિશાળ ઓર્ગેનાઈઝેશ્નલ તકોને ઝડપવા માટે ઈન્નોવેશન, એક્સપાન્સન અને ઈન્ટિગ્રેશન સાથે ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહી છે. આવા સર્વિસ કોન્ટ્રેક્ટ્સ સામાન્યરીતે નફાદાયી અને લોંગ-ટર્મ ફાઈનાન્સિયલ પ્રોફાઈલ ધરાવતાં હોય છે. તેમજ તેઓ સમાજ પર પણ ઊંચો પ્રભાવ પાડે છે. ટર્નકી પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણ માટે કંપનીએ તેના નવજન્મમાં શ્રેષ્ઠ ભાગીદારો અને ડોમેઈન નોલેજ ધરાવતી ઉત્તમ ટેલેન્ટ સાથે જોડાણ કર્યું છે.