અમદાવાદ અને રાજકોટના ત્રણ શખ્સોની શોધખોળ 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં મયુરટાઉન શીપમાંથી નકલી તંબાકુના 96,800ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ અમદાવાદ અને રાજકોટના ત્રણ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં લાલપુર બાયપાસ રોડ પર મયુર ટાઉનશીપમાં શેરી નંબર 2માં મહાદેવના મંદિરના બાજુમાં રહેતો ભાવિક રત્નાભાઈ ભંડેરી નામનો શખ્સ 138 નકલી તંબાકુ 60 ગ્રામના 190 નંગ ડબલાં કિમંત રૂ. 53,200, 0.65 ગ્રામ વાળા 720 નંગ પાઉચ કિમંત રૂ. 3600, 0.65 ગ્રામવાળા ડુપ્લીકેટ તંબાકુ પાઉચ પેકિંગ કરવાના પ્રિન્ટિંગ રોલ કિમંત રૂ. 30,000 અને છૂટક તંબાકુ ભરેલ ગોલ્ડન મોટા પાઉચ 10 નંગ કિમંત રૂ. 10,000 કુલ મળી રૂ. 96,800નો મુદામાલ કબ્જે કરી હેમલ ઠક્કર (રહે. અમદાવાદ), શબ્બીર (રહે. અમદાવાદ) અને સુશીલ (રહે. રાજકોટ) નામના ત્રણ શખ્સની શોધખોળ હાથ ધરી છે.