દસ દરોડામાં 47 બોટલ ઈંગ્લિશ દારૂ, 277 લિટર દેશીદારૂ તથા 12 જુગારીઓને ઝડપી પાડ્યા: ઈંગ્લિશ દેશી સાથે ત્રણ ઝડપાયા: એક મહિલા સહિત ચાર ફરાર
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર-જિલ્લામાં સ્થાનિક પોલીસ અને એલસીબીએ દારૂ-જુગારના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવતા દસ દરોડામાં 47 ઈંગ્લિશ દારૂની બોટલ અને 277 લિટર દેશીદારૂ સાથે 3 શખ્સને ઝડપી લઈ એક મહિલા સહિત ચાર શખ્સ હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી હતી, જ્યારે જુગાર રમતા 12 શખ્સને રૂ. 30,160ના મુદામાલ સાથે ઝડપી લઈ એક શખ્સને નોટિસ આપી છોડી મુકી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગારની ડ્રાઈવનુ આયોજન કરી પ્રોહી અને જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને ડીવાયએસપી વરૂણ વસાવા તથા એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી અને સીટી એ પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે શૈલેષભાઈ ગઢવી અને મહેન્દ્રભાઈ પરમારને બાતમી મળી હતી કે જામનગર શહેરના દિ. પ્લોટ 58માં હરીઓમ પાન વાળી ગલીમાં રમેશ બેકરીની બાજુમાં રહેતો ચેતનસિંહ ઉર્ફે બાપુ ભગવાનજી ઝાલા નામના શખ્સને રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લિશ દારૂની 24 નંગ બોટલ કિમંત રૂ. 12,000ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં સાધના કોલોનીમાં પહેલા ગેઈટ પર આવેલ એમ-51 બ્લોકમાંથી હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા નામના શખ્સને ઈંગ્લિશ દારૂની 18 નંગ બોટલ કિમંત રૂ. 9,000 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરાંત ત્રીજા દરોડામાં દિ. પ્લોટ 58માં પાણીના ટાંકા પાસે આવેલ રસના ચિચોડા વાળી ગલીમાં રહેતો રાજેશ ઉર્ફે રાજા ખીચકી વાલજીભાઈ મંગેના મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 5 નંગ બોટલ કિમંત રૂ. 2500નો મુદામાલ કબ્જે કરી આરોપી હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.
અને ચોથા દરોડામાં સાધના કોલોનીમાં પહેલા ગેઈટ પર આવેલ એમ-51 બ્લોકમાંથી બિપીન સોમાભાઈ ચાવડા નામના શખ્સને 50 લીટર દેશીદારૂ કિમંત રૂ. 1000, સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.
તેમજ જામનગર એલસીબીના પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે કિશોરભાઈ પરમાર અને ધાનાભાઈ મોરીને બાતમી મળી હતી કે જામનગર શહેરમાં આવેલ કિશાનચોકમાં વર્લી મટકાનો જુગાર રમાતો હોય સ્થળ પર દરોડો કરી અંકિત કેતન નંદા (રહે. કિશાનચોક), બસીર ઓસામણભાઇ સોલંકી (રહે. કાલાવડ નાકા બહાર) અને પ્રભુદાસ જમનાદાસ મકવાણા (રહે. કિશાનચોક) નામના ત્રણ શખ્સને રોકડા રૂ. 4640 તથા મોબાઈલ ફોન કિમંત રૂ. 5000 સહિત કુલ રૂ. 9640નો મુદામાલ કબ્જે કરી આંકડાની કપાત લેનાર પરાગ નાખવા નામની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં હરદીપભાઈ ધાધલ, શીવભદ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ ખફીએ બાતમીના આધારે જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં બાપા સીતારામ મઢૂલી પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખતા વિઠ્ઠલભાઈ કારાભાઈ વરાણીયાને અટક કરી રૂ. 1770 અને મોબાઈલ ફોન કુલ મળી રૂ. 2270નો મુદામાલ કબ્જે કરી નોટીસ આપી છોડી મુકેલ હતા.
ત્યારે ત્રીજા દરોડામાં ભગીરથસિંહ સરવૈયા અને અજયસિંહ ઝાલાએ બાતમીના આધારે જામજોધપુરના સોનલનગરમાંથી દેવુ વાલભાઈ જામ અને રવિ દેવુ જામના વંડામાંથી 210 લીટર દેશીદારૂ કિમંત રૂ. 4200નો મુદામાલ કબ્જે લઈ આરોપી હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.
ઉપરાંત સીટી સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ખુલ્લા ફાટક પાસે બાવરીવાસમાં રહેણાંક ઝૂંપડામાં દરોડો કરી 18 લીટર દેશીદારૂ, કાચો આથો 70 લીટર, ગરમ આથો 40 લીટર અને ભઠ્ઠીનો સમાન મળી કુલ રૂ. 1060નો મુદામાલ કબ્જે કરી આરોપી મહિલા કાજલ દોલત મુખર્જી હાજર ન મળી આવતા શોધખોળ હાથ ધરી છે.
તેમજ સીટી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે હાલાર હાઉસ પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા કાસમ મુસા મતવા (રહે. ધરારનગર), હનીફ મામદ ખુરેશી (રહે. મહારાજા સોસાયટી), મજીદ મુસા કક્કલ (રહે. બચુનગર), દેવા રાણા મહીડા (રહે. મેઘવાર વાસ) અને જયેશ ડાયા મકવાણા (રહે. મેઘવારવાસ) નામના પાંચ શખ્સને રોકડ રૂ. 4840 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
અને લાલપુરમાં સહકાર પાર્ક સોસાયટીમાં આવેલ ગરબી ચોકમાંથી વેજાણંદ ઉર્ફે પીરીયો દેવરખી વસરા (રહે. ગોદાવરી વાડી વિસ્તાર), વેજાણંદ કેશુ કરંગીયા (રહે. રૂપાવટી ડેમ), વજશી નાથા કરંગીયા (રહે. સહકાર પાર્ક) અને કરશન મસરી વાઘેલા (રહે. કણધાર વાડી વિસ્તાર) નામના ચાર શખ્સને રૂ. 13,410ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
સીટી સી ડીવીઝન વિસ્તારમાંથી છ દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ
સીટી સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં આવતા અલગ અલગ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે છ ભઠ્ઠીઓ પર દરોડા કરી 227 લીટર દેશીદારૂ કબ્જે લઈ રૂ. 16680નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ સીટી સી ડીવીઝન પીઆઈ પી. એલ. વાઘેલા, એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે ખીમશીભાઈ ડાંગરે બાતમીના આધારે કોમલનગર, સિધ્ધાર્થ નગરમાં રહેતો નિલેશ માંડણ ગઢવીના રહેણાંક મકાનમાં દરોડો કરી 150 લિટર દેશીદારૂ કિમંત રૂ. 3000 કાચો આથો 1050 લિટર કિમંત રૂ. 2100 તથા દારૂ બનાવવાનો સામાન રૂ. 5250 કુલ મળી રૂ. 10,350નો મુદામાલ કબ્જે કરી આરોપી હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં હીતેન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે ગણપતનગરમાંથી ગોદાવરીબેનના ઝૂંપડાંમાંથી 9 લિટર દારૂ અને ભઠ્ઠીનો સામાન મળી રૂ. 850નો મુદામાલ કબ્જે કરી આરોપી હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં હરદીપભાઈ બારડે બાતમીના આધારે વુલનમીલ ફાટક પાસે આવેલ બાવરીવાસમાં મુની પ્રકાશ ડાભીના ઝુંપડામાંથી 22 લીટર દારૂ અને ભઠ્ઠીનો સામાન સહિત રૂ. 1150નો મુદામાલ કબ્જે કરી આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે.
ચોથા દરોડામાં યુવરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે જશોદા હંસરાજ ડાભીના ઝુંપડામાંથી 7 લીટર દેશીદારૂ અને સામાન સહિત રૂ. 790નો મુદામાલ કબ્જે કરી શોધખોળ હાથ ધરી છે.
પાંચમા દરોડામાં મહેન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે જાગૃતિનગરમાં ગંગા મહેન્દ્ર વઢીયારના મકાનમાંથી 25 લીટર દારૂ અને ભઠ્ઠીનો સામાન મળી કુલ રૂ. 2650નો મુદામાલ કબ્જે કરી શોધખોળ હાથ ધરી છે.
છઠ્ઠા દરોડામાં વિપુલભાઈ સોનગરાએ બાતમીના આધારે કોળીના દંગા પાસેથી નિર્મળાબા દિલીપસિંહ જાડેજાના મકાનમાંથી 14 લીટર દારૂ અને ભઠ્ઠીનો સામાન કુલ મળી રૂ. 1690નો મુદામાલ કબ્જે કરી શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી. બી. બરબસીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.
0 Comments
Post a Comment