ખરેડી ગામમાંથી 52 નંગ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના ચંદ્રગઢ ગામ વિસ્તારમાંથી ઈંગ્લિશ દારૂની 432 નંગ બોટલ પોલીસે બાતમીના આધારે ઝડપી આરોપી નાસી જતાં શોધખોળ હાથ ધરી છે જ્યારે કાલાવડ તાલુકાના ખરેડી ગામ વિસ્તારમાંથી 52 નંગ બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ચંદ્રગઢ ગામ વિસ્તારમાં જીજે 06 એએક્સ 4774 નંબરની ફોર વ્હીલમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી હરદેવસિંહ જાડેજા, સુમીતભાઈ શિયાર અને મહાવીરસિંહ જાડેજાને મળતા સ્ટાફે દરોડો કરી ઈંગ્લિશ દારૂની 432 નંગ બોટલ કિમંત રૂ. 2,16,000 તથા કાર કિમંત રૂ. 4,00,000 કુલ મળી મુદામાલ રૂ. 6,16,000 કબ્જે લઈ કાર ચાલક નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમીતભાઈ શિયાર અને મહાવીરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે ડેરી ગામ તરફ જતા કાચા રસ્તેથી ઈંગ્લિશ દારૂ કારમાં રાખી બે શખ્સ નીકળવાના હોય તેવી બાતમી અજયસિંહ જાડેજા, મહેશભાઈ ચાવડા, અલ્તાફભાઈ સમા અને માલદેવસિંહ ઝાલાને મળતા એમપી 13 બીએ 4020 કાર રોકાવી તલાસી લેતાં તેમાંથી ઈંગ્લિશ દારૂની 52 નંગ બોટલ કિમંત રૂ. 26,000 મળી આવતા મહેશ ઉર્ફે નાનકો કેવાન મેહડા (રહે. ખરેડી ગામ) અને દિલીપ ઉર્ફે દીલો ભરતસિંગ જમરા (રહે. બેહડવા ગામ, તા. ભાભરા એમપી) નામના બે શખ્સને ઝડપી લઈ બે નંગ ફોન કિમંત રૂ. 10,000, કાર કિમંત રૂ. 3,00,000 કુલ મળી રૂ. 3,36,000નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફના એ.જી. જાડેજા, અલ્તાફભાઈ સમા, કુલદીપસિંહ જાડેજા, માલદેવસિંહ ઝાલા, મહેશભાઈ ચાવડા અને મીલનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment