જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


દેવભૂમિ દ્વારકા ખાતે લગ્ન પ્રસંગે જઈ રહેલા સુરતના એક પરિવારની ઈક્કો મોટરકાર કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામથી સુઇનેસ ગામના પાટિયા તરફ પહોંચતા માર્ગમાં એકાએક આ ઈક્કો મોટરકારનું પાછળનું ટાયર ધડાકાભેર ફાટતાં આ મોટરકારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો.

જેના કારણે આ ઈક્કો મોટરકાર રોડની એક બાજુ ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ બનાવની જાણ થતા દ્વારકા 108 ઈમરજન્સી વાનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘવાયેલાઓને તાકીદની સારવાર આપી અને ભાટીયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે મોટી જાનહાની થતા અટકી હતી.