જામનગર મોર્નિંગ - જામનગર
અજમેર દરગાહમાં ઉર્ષના મોકા ઉપર શ્રદ્ધાળુંઓ ઉપર પૂર્વઆયોજીત રીતે ખાદીમો દ્વારા હુમલો કરી મારકૂટ કરવામાં આવેલ હોઇ જેના વિરોધમાં ઉચ્ચકક્ષા એ રજુઆત કરતુ સુન્ની દારૂલ કઝા જામનગર રાજસ્થાન અજમેર ખાતે આવેલ હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ મોઇનુંદીન ચિસ્તી રહમતુલ્લાહ અલયહે - ગરીબ નવાઝ દરગાહના ઉર્ષના મૌકા ઉપર ગત તારીખ : 29/01/2023ના રોજ દરગાહમાં સુન્ની મુસ્લિમ સમુદાયના શ્રધ્ધાળુઓ દ્વારા આલા હઝરત બરેલી શરીફની નાત, કશીદા, સલામીનું પઠન કરવામાં આવતું હોઇ જે બાબતે પૂર્વ આયોજીત રીતે દરગાહમાં ઉચ્ચ ઓથોરિટીને જાણ કર્યા વગર ગેરકાયદેસર રીતે રાત્રીના 11 વાગ્યાથી લઇ મોડી રાત્રીના 3 વાગ્યા સુધી સીસીટીવી કેમેરા બંધ કરી આલા હઝરત અને બરેલી શરીફના સુન્ની મોલવીઓ અને બુઝુર્ગો પ્રત્યે ખાર રાગદ્વેષ કિન્નાખોરી રાખી દરગાહના શાંત વાતાવરણમાં શ્રદ્ધાળુઓ ઉપર હીંચકાળો હુમલો કરી આડેધડ મારકૂટ કરી દરગાહ અને દરગાહમાં આવેલ મસ્જીદની માન મર્યાદા ભૂલી કાવતરા પુર્વક અને પૂર્વઆયોજીત રીતે કાવતરું રચી સરવર ચિસ્તી તેમજ કામરાન ચિસ્તી નામના ખાદીમો તેમજ તેમના મળતીયાઓ દ્વારા શ્રદ્ધાળુઓને માર મારવામાં આવેલ હોઇ અને દરગાહનું વાતાવરણ તંગ અને અશાંત બનાવી લાખો લોકોના જીવ જોખમમાં મુકાય તેવું ગુનાહિત કૃત્ય કરવામાં આવેલ હોય જેથી ચારે તરફ ખાદીમો ઉપર નફરત અને ફિતકાળ વર્ષેલ હોઇ તેવામાં સુન્ની દારૂલ કઝા જામનગરના બેનર હેઠળ અજમેર મુકામે આવેલ ગરીબ નવાઝ દરગાહના ખાદીમો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ દરગાહમાં વર્ષોથી પોતાનું દબદબો અને વર્ચસ્વ સ્થાપી દરગાહને બાનમાં લઇ દરગાહએ આવતા શ્રદ્ધાંળું ઓને જુદી જુદી રીતે લૂંટતા ખાદીમોની પ્રથાને બંધ કરવા અને અજમેર દરગાહએ સાર્વજનિક સ્થળ હોઇ અને વિશ્વભરના મુસલમાનોનું દરગાહ ઉપર હક્ક અને અધિકાર હોઇ જેથી દરગાહની સાર સંભાળ માટે ટેન્ડર બહાર પાડવા તથા ખાદીમ પ્રથા સદંતર બંધ કરવા તેમજ દરગાહમાં લૂંટફાટ કરતા ખાદીમોને આજીવન પ્રતિબંધ લગાવવા જુદી જુદી માંગ સાથે જામનગર જીલ્લા કલેક્ટર થ્રુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજસ્થાન મુખ્ય મંત્રી અશોક ગેહલોત, રાજસ્થાન ડીજીપી. અજમેર કલેક્ટરને તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીને આવેદન આપી કડક રજુઆત કરવામાં આવેલ છે. આવેદન આપતી વખતે બેડી, ધરારનગર, રસુલનગરના આગેવાનો, સૈયદ સરફરાજ બાપુ મુલતાની, સૈયદ છોટે સલીમ બાપુ બુખારી, અહમદરઝા એજ્યુકેશન ટ્રસ્ટના સૈયદ મહમદબાપુ કાદરી, મહમદ અસ્લમ રઝવી, મહમદ જાવેદ રઝા, અલ હક ચેરીટેબલ ટ્રસ્ટના જવાબદાર સભ્યો, યુસુફભાઇ એ. પરાસરા, ઉમરભાઈ સોઢા , બેડી વોર્ડ નંબર 1ના કોર્પોરેટર દાઉદભાઈ નોતિયાર, વકીલ ઉમર લાકડાવાલા હાજર રહેલ હતા.
0 Comments
Post a Comment