જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના દિ.પ્લોટ 58માં જાહેરમાં એકીબેકીનો જુગાર રમતા ચાર શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ રૂ. દસ હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર દિ. પ્લોટ 58માં આવેલ પાણીના ટાંકા પાસે હરભોલે પાનની દુકાન બાજુમાં ગઈકાલે રાત્રે જાહેરમાં એકીબેકીનો જુગાર રમતા અશોક રમેશ ભદ્રા, હિતેષ ઉર્ફે સાંઈ જગદીશ દુલાણી, નિલેશ કારાભાઈ પરમાર અને મોહન નાનજી મંગે નામના ચાર શખ્સને સીટી એ ડીવીઝન પોલીસના શૈલેષભાઈ ગઢવી અને દેવાયતભાઈ કાંબરીયાએ બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 10,650નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.