જામનગર મોર્નિંગ - જામનગર  (રિપોર્ટર: ફિરોઝ સેલોત) 

ભાવનગર શહેરના એક વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં શિક્ષણ તરીકે નોકરી કરતો શખ્સ છેલ્લા 17-18 વર્ષથી પોતાના ઘરે ધોરણ-5 થી12 સુધીના ટ્યુશન કલાસ ચલાવે છે. આ લંપટ શિક્ષકે તાજેતરમાં કલાસિસમાં આવતી ધોરણ 11ની બે વિદ્યાર્થીની ઓની છેડતી કરી હતી. શિક્ષકે કરેલી છેડતીને પગલે ડઘાયેલી વિદ્યાર્થિનીઓએ તેની સાથે બનેલી ઘટના અંગે વાલીઓને જાણ કરતાં વાલીઓએ લંપટ શિક્ષક વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 354 તથા પોસ્કો એકટ 8/12 મુજબ ગુનો દાખલ કરી શિક્ષકની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.