તા. 4 ફેબ્રુઆરીના જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને  

પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા તથા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ, સાંસદ પૂનમબેન માદામ ઉપસ્થિત રહેશે 

જામનગર મોર્નિંગ - જામનગર 

પ્રદેશ સંગઠનની સુચના અનુસાર જામનગર જિલ્લા ભાજપ સંગઠનની કારોબારી બેઠક લાલપુર તાલુકાના હરીપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા. ૪ ફેબ્રુઆરી ના રોજ સવારે ૯-૩૦ કલાકે યોજવામાં આવેલ છે. આ બેઠક જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને યોજાશે. બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લાના સંગઠન પ્રભારી જેન્તીભાઈ કવાડીય તથા વંદનાબેન મકવાણા ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં જિલ્લા ભાજપના કારોબારી સભ્યો, આમંત્રીત કારોબારી સભ્યો, વિશેષ આમંત્રીત સભ્યો, તમામ મંડલના પ્રમુખ મહામંત્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તથા જિલ્લા સેલના કન્વીનર, સહકન્વીનરો, સહકારી આગેવાનોને ઉપસ્થિત રહેવા જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી તથા પ્રવિણસિંહ જાડેજા તરફથી જાણ કરવામાં આવેલ છે.

જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ યોજાનાર પ્રથમ કારોબારી બેઠક કાર્યકરોના ખુબ જ ઉત્સાહ સાથે યોજાઈ રહેલ છે, જે આવનારા સમયમાં સેવાકીય અને સંગઠનના કાર્યો માટે નવો જોમ અને જુસ્સો પુરો પાડશે.