પોલીસ તંત્ર તથા બેંકનું સંયુક્ત આયોજન

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયા વિસ્તારમાં કામ ધંધો કરતા નાના વેપારીઓ, રેકડી ધારકો તેમજ ધંધાર્થીઓને ઓછા વ્યાજે બેંકમાંથી તાત્કાલિક લોન મળી રહે તેવા ઉમદા આશા સાથે આવતીકાલે શનિવારે સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉન હોલ ખાતે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
     દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના અધ્યક્ષ સ્થાને ખંભાળિયાના પી.આઈ. ડી.એમ. ઝાલા દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ બેંકના કર્મચારીઓ તથા લોન ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં જાહેર જનતા ઓછા વ્યાજે કઈ રીતે નાણા મેળવી શકે તેની માહિતી આપવામાં આવશે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થાય તાત્કાલિક લોન મળે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
    આ કેમ્પમાં જરૂરિયાતમંદ વેપારીઓ, ધંધાર્થીઓ ઉપસ્થિત રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.