• બોર્ડે 2:3 બોનસ ઈશ્યૂને મંજૂરી આપી, શેરહોલ્ડરો પાસેના દરેક ત્રણ શેર માટે બે બોનસ શેર મળશે
  • 10:1 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી, રૂ. 10ના એકની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેરને રૂ. એકની ફેસ વેલ્યુવાળા 10 ઈક્વિટી શેરમાં વિભાજીત કરાશે
  • 30 ઈક્વિટી શેર્સ ધરાવતા ઈક્વિટી શેરધારકને શેર વિભાજન અને બોનસ ઈશ્યૂ પછી કુલ 500 ઈક્વિટી શેર્સ મળશે

જામનગર મોર્નિંગ - જામનગર

ગુજરાત સ્થિત વીરકૃપા જ્વેલર્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 ના રોજ યોજાયેલી કંપનીની બોર્ડ મીટિંગમાં 2:3 બોનસ ઇશ્યૂ અને 10:1 સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી છે. બોર્ડે શેરધારકોને દરેક 3 વર્તમાન શેર માટે 2 બોનસ શેરના ગુણોત્તરમાં બોનસ ઇશ્યૂ પર વિચારણા કરીને તેને મંજૂરી આપી છે. બોર્ડે જરૂરી મંજૂરીઓને આધીન 10 રૂપિયાના 1 ઇક્વિટી શેરની દરેક રૂ. 1ના 10 ઇક્વિટી શેરમાં સ્ટોક વિભાજનની પણ જાહેરાત કરી છે. 30 ઇક્વિટી શેર ધરાવતા ઇક્વિટી શેર ધારક પાસે સ્ટોક સ્પ્લિટ અને બોનસની અસર પછી કુલ 500 ઇક્વિટી શેર હશે. કંપનીના શેરની કિંમત 10 ફેબ્રુઆરીએ 5% વધીને રૂ. 135.65 પ્રતિ શેર હતી.

2019માં સ્થપાયેલી વીરકૃપા જ્વેલર્સ લિમિટેડ ટ્રેડિંગ જ્વેલરી આધારિત પ્રોડક્ટ્સના બિઝનેસ સાથે સંકળાયેલી છે. રૂ. 106 કરોડના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે વીરકૃપા જ્વેલર્સ લિમિટેડ એક સ્મોલ કેપ કંપની છે જે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી પ્રોડક્ટ્સના વ્યવસાયમાં છે. કંપની પાસે ચેઈન અને જ્વેલરી માટે વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે જે અમારા ગ્રાહકોની પસંદગી, પ્રાથમિકતા અને ચેઈન અને જ્વેલરીની ડિઝાઇનમાં સતત બદલાતા વલણોને પૂરી કરે છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ રૂ. 12.26 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. 

વીરકૃપા જ્વેલર્સ લિમિટેડ ચેઈન, બુટ્ટી, મંગળસૂત્ર, સોના-ચાંદીની લગડી, નેકલેસ અને બંગડી વગેરે જેવી વિવિધ પ્રકારની સોના તથા ચાંદીની જ્વેલરી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલી છે. કંપની અમદાવાદમાં રજિસ્ટર્ડ ઓફિસ અને વેપારી કામકાજ ધરાવે છે અને સોનાની ચેઈન, બ્રેસલેટ, સોના-ચાંદીની લગડી, બંગડી, વીંટી, ચેઈન, ઈયરિંગ્સ, ઈયર ચેઈન, નોઝ રિંગ્સ, નોઝ પિન્સ વગેરેનું વેચાણ કરે છે. કંપનીના પ્રમોટર ગ્રુપને જ્વેલરી ઉદ્યોગમાં 20થી વધુ વર્ષોનો અનુભવ છે.