જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાની એલસીબી પોલીસે દ્વારકાના બે બુટલેગર સામે કાર્યવાહી કરી પાસ હેઠળ એકને સુરત લાજપોર અને બીજાને વડોદરા જેલ હવાલે કરી નાખ્યા છે.મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે રહેતો ભીમભા રાણાભા કેર નામના શખ્સ સામે દારૂના તેમજ અસામાજીક પ્રવૃત્તિ સહિત વિવિધ ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેવાસા ગામે રહેતો રૂપાભા ઉર્ફે રૂપસિંગ વાલાભા માણેક વિરુધ્ધ પણ અનેક ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બની રહે તે માટે એલસીબી પોલીસને કડક હાથે કાર્યવાહી કરવાની આપવામાં આવેલી સૂચના અંતર્ગત ઉપરોક્ત આરોપી ભીમભા રાણાભા કેર અને રૂપાભા રૂપસિંગ વાલાભા માણેક સામે જામનગર એલસીબી પોલીસ દ્વારા પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી સમક્ષ મુકવામાં આવ હતી. આ દરખાસ્તને મંજૂરી મળતા એલસીબી પોલીસે અટકાયતી વોરંટ ઈસ્યુ કરી, ઉપરોક્ત શખ્સોની અટકાયત કરી ભીમભાને સુરત લાજપોર અને રૂપાભાને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા, શરદભાઈ પરમાર, ફિરોઝભાઈ ખફી, દિલીપભાઈ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બીજલભાઈ બાલસરા દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment