જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાંથી એલસીબી પોલીસે બાતમીના આધારે બે ચોરાઉ મોટરસાયકલ સાથે બે શખ્સને ઝડપી લઈ ચોરીની મોટરસાયકલ ખરીદનાર બે શખ્સને ઝડપી લઈ રૂ. 1.20 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ ગત તા. 17ના જામનગર દિ. પ્લોટ 59માં આવેલ ફલીયા હોસ્પિટલની સામેની ગલીમાંથી જીજે 10 બિક્યુ 1574 નંબરનું મોટરસાયકલ ચોરી કરી હોવાની ફરિયાદ મિતેશભાઈ અમૃતભાઈ મકવાણાએ નોંધાવી હતી તેમજ તારમામદ સોસાયટી જમાતખાના પાસેથી ચોરી કરનાર શખ્સોએ વાસ્પા રીક્ષા જીજે 10 ટીડબ્લ્યુ 1805માં બેસીને સ્થળ પર જઈને ચોરીઓ આચરી હોય બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને સંજયસિંહ વાળાને મળતા ન્યુ સ્કૂલની પાછળ નહેરના કાંઠે રહેતો યશ પ્રકાશભાઈ જડીયા અને મોરકંડા રોડ પર સેટેલાઇટ વિસ્તારમાં રહેતો આશીફ અલીભાઈ બ્લોચ નામના શખ્સોને જીજે 10 બિક્યુ 1574 અને જીજે 10 એડી 3846 નંબરની બે મોટરસાયકલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હોવાથી ઈ-ગુજકોપ પોકેટકોપમાંથી વાહનની માલિકની માહિતી મેળવતા બંને વાહન ચોરી કર્યાની કબૂલાત આપી હતી. 

બાદમાં વધુ પુછપરછ હાથ ધરતા ઉપરોક્ત બંને મોટરસાયકલ ભંગારની દુકાન વાળો કિશાનચોકમાં રહેતો મુસ્તુફા આદમભાઈ ખીરા અને ગેરેજ વાળો ખંભાળિયા નાકા બહાર રહેતો વલીમામદ અબ્દુલકાદર મકરાણી નામના બંને શખ્સને ચોરીની મોટરસાયકલ વેંચી હોવાની કબૂલાત આપતા ચારેય શખ્સોને ઝડપી લઈ રૂ. 1,20,000નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા,  યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા,  દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઈ બાલસરા અને ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.