જામનગર મોર્નિંગ - બોટાદ (રિપોર્ટર: ફિરોઝ સેલોત)
બોટાદમાં હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટાદના ઠાકણિયા ગામમાં યુવકનું ગળું કાપી કરપીણ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા કરાયેલા હુમલામાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા છે. જૂની અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ છે. જ્યારે બોટાદ પોલીસે હત્યા કેસમાં તપાસ શરૂ કરી છે.
બોટાદના ઢાકણીયા ગામે યુવાનનું ગળું કાપી હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. 30 વર્ષીય યુવક નવઘણભાઈ ઝાલાભાઈ જોગરણા ભરવાડની હત્યા કરાઇ છે. હુમલામાં અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર અને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુનાભાઈ જોગરણા અને તેજાભાઈ જોગરણાને ગંભીર ઇજાઓ પહોંચી છે. જૂની અદાવતમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બોટાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
0 Comments
Post a Comment