જામનગર મોર્નિંગ - ભાવનગર (જુણેજા ઈલાયત)
જન્મથી જ પોલિયોના લીધે પોતાના બંને પગ પર ક્યારેય ઊભા નહીં થઈ શકેલા ચંદ્રિકાબેન અગ્રાવતે જણાવ્યું હતું કે બેટરી સંચાલિત મોટરસાયકલ થકી તેવો સ્વનિર્ભર બનશે તેમને બીજા પર આધાર રાખવો નહીં પડે.ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ઉપક્રમે દિવ્યાંગો માટે નિ: શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનું પંડિત દિનદયાળ આરોગ્યધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૭ દિવ્યાંગોને ૨૪.૮૧ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી ચંદ્રિકાબેન કરસનભાઈ અગ્રાવતે જણાવ્યું હતું કે તેઓ જન્મથી દિવ્યાંગ છે તેમને બેટરી સંચાલિત મોટર સાયકલ મળવાથી નાના-મોટા કામ જાતે કરી શકશે આ ઉપરાંત કોઈ સ્થળે આવવા જવા માટે તેમને બીજા પર નિર્ભર રહેવું નહીં પડે. આથી તેમણે આવા કાર્યક્રમ બદલ સરકારશ્રી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમનો ખૂબ આભાર માન્યો હતો.
0 Comments
Post a Comment