જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર મહાનગરપાલિકા દ્વારા લાલપુર રોડ ઉપર જે આવાસ યોજનામાં આવાસ બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવી છે તેમાં આવાસનું બાંધકામ નબળું થયુ હોય તે પ્રશ્ને લાભાર્થી કૈલાસ ગોહિલ દ્વારા બાંધકામ સમિતિ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વિરોધમાં મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં  આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જેમાં બે દિવસથી ચાલતા આંદોલન દરમિયાન કોઈ કાર્યવાહી થતી ન હોય જેથી ઉપવાસ ઉપર બેઠેલા કૈલાશ ગોહિલે ઝેરી દવા પી આપઘાતની ધમકી આપતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.