જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમા ઇન્ટરનેટ ડીવાઇસની ચોરી થયાની ફરિયાદ નોધાવાયા બાદ એલ.સી.બી.પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખી બે શખ્સોને ઝડપી લઈ

કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઇ તલાવડીયાને બાતમી મળી હતી કે લાલવાડી નવા આવાસ પાસે વીંગમાં બ્લોક નંબર 43માં રહેતા ઇમરાનભાઇ કાસમભાઇ સુમરાના મકાનમાં રેડ પાડી હતી. આ દરમ્યાન તપાસ હાથ ધરતા ફ્લેટમાં ડીવાઇસના સ્પેરપાર્ટ 36,000ની કિંમતનો મુદામાલ ઝડપાયો હતો. વધુમાં ચોરીનો માલ ધ્રોલમાં આવેલ સુપર માર્કેટમાં આવેલ "ટેક ટુ મી ઇન્ટરનેટ "નામની દુકાન ધરાવતા ચીરાગ નરેશભાઇ પુજારાને વેચ્યો હોવાનું ખુલતા ચિરાગ પુજારાની દુકાનમાંથી 6 કન્વર્ટર સ્વીચ, 3 કન્વર્ટર સ્વીચ, 2 રાઉટર બોર્ડ સહિત રૂ. 7100નો મુદામાલ કબ્જે કરી બન્ને શખ્સ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ઇમરાન કાસમભાઇ સુમરાની પુછપરછ દરમ્યાન બે દિવસ પહેલા જામનગર શહેરમા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષની અગાસી ઉપર તેમજ જામનગર શહેરમાથી અલગ અલગ જગ્યાએ ઇન્ટરનેટ ડીવાઇસ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ભગીરથસિંહ સરવૈયા, ઘનશ્યામભાઈ ડેરવાડીયા, દિલીપભાઈ તલાવડીયા, હરદીપભાઈ ધાધલ, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રીવેદી અને બીજલભાઈ બાલસરાએ કરી હતી.