જામનગર મોર્નિંગ - ખંભાળિયા

દ્વારકા તાલુકાના વસઈ ગામે ગત સાંજે એલ.સી.બી. પોલીસે જુગાર દરોડો પાડી, પાંચ શખ્સોને રૂપિયા દોઢ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

    દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ દ્વારકા તાલુકામાં એલસીબીના પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, મસરીભાઈ છૂછર તથા મેહુલભાઈ રાઠોડને મળેલી બાતમીના આધારે દ્વારકા તાલુકાના વસઈ ગામે રહેતા ડુંગરભા ડાવાભા માણેક નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

     ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને જુગાર રમવા માટેની સુવિધાઓ પૂરી પાડી અને તેના બદલામાં નાલ ઉઘરાવી અને ચલાવાતા આ અખાડામાંથી પોલીસે ડુંગરભા ડાવાભા સાથે જગદીશ અમરા ખરા, જયેન્દ્રસિંહ હેમંતસિંહ વાઢેર ઉર્ફે જયુભા, રહીમ ઈસ્માઈલ સોઢા અને રાયસીંગભા ઉર્ફે પપ્પુ કરસનભા માણેક નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.

      ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 74,150 રોકડા તથા રૂપિયા 20,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 60,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 154,650 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ. કે.કે ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છુછર, દેવાભાઈ મોઢવાડિયા, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, સચીનભાઈ નકુમ, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.