જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના દોઢિયાં ગામના સરપંચે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.મળતી વિગત મુજબ જામનગરના દોઢિયા ગામના સરપંચ મંગાભાઈ કરણાભાઈ ટોયટાએ ગઈકાલે સાંજે જામનગરના લાખાબાવળ રેલવે સ્ટેશન પર ટ્રેનના પટ્ટા વચ્ચે મૃતદેહ મળી આવતા પરિવારના સભ્યોને જાણ કરાતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર દોડી જઈ મૃતદેહ કબ્જે કરી પીએમ હેઠળ ખસેડી આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તે દિશામાં તપાસ હાથ ધરી છે, જો આત્મહત્યા કરી છે તો ક્યાં કરણોસર કરી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
0 Comments
Post a Comment