જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરની આંણદાબાવા સેવા સંસ્થામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સાંજે મહાપ્રસાદ પણ યોજાયો હતો. જે પ્રસાદ લઈને ધોરીવાવ પરત જઈ રહેલા બાળકો પૈકી આઠ બાળકોને  વિપરિત અસર થતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, જોકે તમામની તબિયત માં સુધારો છે.

જામનગરના આંણદાબાવા સંસ્થામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવને લઈને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરિવાવ પાસે આવેલા આશ્રમના બાળકો પણ પ્રસાદી લેવા માટે જામનગર આવ્યા હતા, અને તેમણે પ્રસાદી લીધા પછી રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક વિપરીત અસર થઈ હતી, અને આઠ બાળકોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તબીબો દ્વારા તમામની પ્રાથમિક સારવાર કરી લેવામાં આવી હતી, અને હાલ તમામ બાળકો ક્ષેમકુશળ છે. આરોગ્યતંત્રની ટીમ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.