જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની ખાનગી બેંક પાસેથી ધિરાણ મેળવી પરત ચૂકવણી માટે આપવામાં આવેલો ચેક પરત ફરતા નોંધાવાયેલી ફરિયાદમાં આરોપીને બે વર્ષની સજા અને બમણી રકમના દંડનો અદાલતે આદેશ કર્યો છે.
જામનગરના સબીર જુસબભાઈ જુણેજાએ વર્ષ ૨૦૧૭માં ઇન્ડસઇન્ડ બેંકમાંથી ટ્રક ખરિદવા માટે ધિરાણ મેળવ્યું હતું, અને તેની પરત ચુકવણી માટે રૂ. ૧૨,૭૫,૯૦૦ની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપી સબીર જુસબભાઈ જુણેજાને બે વર્ષની સજા અને ચેકની બમણી રકમ એટલે કે કુલ રૂપિયા ૨૫,૫૧,૮૦૦ની રકમના દંડનો આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી બેંક તરફથી વકીલ અભય ઝવેરી અને જયંત વારસખિયા રોકાયાં હતા.
0 Comments
Post a Comment