જામનગર મોર્નિંગ - જામનગર  


કાલાવડ પોલીસ દ્વારા ધોરાજી માર્ગેથી પસાર થતી બોલેરો પીકઅપ વાનમાંથી ૪૭૫ લીટર બાયોડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન પણ કબ્જે લેવાયુ હતું.

કાલાવડના ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.વી. પટેલની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નવલભાઈ આસાણી અને સંજયભાઈ બાલીયાને બાતમી મળી હતી કે, એક બોલેરો પીક અપ વાનમાં શંકાસ્પદ બાયોડીઝલના જથ્થાની હેરાફેરી થઈ રહી છે. આથી પોલીસ સ્ટાફ દ્વારા ધોરાજી માર્ગે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન જીજે ૧૦ ટીએકસ ૨૩૦૧ નંબરની બોલેરો પીક અપ વેન પસાર થતા પોલીસે તેને આંતરી હતી અને તલાસી લેતા તેમાંથી રૂ. ૩૩ ,૨૫૦ની કિંમતનો ૪૭૫ લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાયોડીઝલનો જથ્થો ભરેલ બોલેરો પીકપ વન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.