બે નકલી પોલીસ સહિતના ત્રણ શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચી પોલીસ કેસ નહીં કરવા પૈસા પડાવ્યા હોવાથી અસલી પોલીસે ત્રણને ઉઠાવ્યા: ખેડૂત પાસે જમીનના વેચાણની મોટી રકમ આવી હોવાથી પૈસા પડાવવાના ભાગરૂપે નકલી પોલીસનો સ્વાંગ રચી દારૂના કેસમાં ફીટ કરવાનું તરકટ રચ્યું

જામનગર મોર્નિંગ - જામનગર 

તસ્વીર: ભરત રાઠોડ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના એક ખેડૂતને નકલી પોલીસનો ભેટો થયો હતો, દારૂના કેસમાં ફીટ કરી દેવા માટેનો વિડીયો બનાવી લીધા પછી પોલીસ કેસ નહીં કરવા માટે રૂપિયા દોઢ લાખ પડાવી લેવા અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. કાલાવડ પોલીસે સમગ્ર મામલામાં સરવાણીયા ગામના એક અને નકલી પોલીસ બનનારા મુળીલા ગામના બે શખ્સોને ઉઠાવી લીધા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતા અને ખેતી કરતા હસમુખભાઈ બાબુભાઈ પાનસુરિયા નામના પટેલ ખેડૂત યુવાને કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે ગત ૧૮મી તારીખે પોતાને સરવાણીયા ગામની સીમમાં પોતાના જ ગામના એક ગેરેજ સંચાલકે બોલાવ્યો હતો, અને ત્યાં તેને બળજબરીપૂર્વક હાથમાં દારૂની બોટલ પકડાવી દઇ જેના ફોટો-વિડિયો બનાવી લીધા હતા. જે દરમિયાન બે નકલી પોલીસ પ્રગટ થયા હતા, અને પોતે એલસીબીના કર્મચારી છે તેમ જણાવી દારૂના કેસ નહિ કરવા મોટી રકમ આપવી પડશે, કહી ખેડૂતને ધમકાવ્યા હતા, જેમાં ખેડૂતે પોતાની બદનામીના ડરથી બચવા માટે પોતાના ઘેરથી ૧ લાખ લઈને આરોપીઓને આપી હતી.

ત્યારબાદ અન્ય વ્યક્તિ પાસેથી પચાસ હજાર મેળવી લઈને નકલી પોલીસ ટોળકીને આપી દીધા હતા. જે બનાવ ૧૮મી ઓગસ્ટના દિવસે બન્યો હતો. ત્યારબાદ ખેડૂત યુવાને ગત ૨૩મી જામનગર જિલ્લા પોલીસવડાનો સંપર્ક આપ્યો હતો અને પોતાને નકલી પોલીસના વેશ ધારણ કરી કવતરું રચી રૂપિયા દોઢ લાખ પડાવી લીધાનું જણાવ્યું હતું. જે અરજીના અનુસંધાને કાલાવડ ટાઉનના પીઆઇ વી.એસ. પટેલ અને તેમની ટીમ દ્વારા અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬- ૨, ૧૭૦, ૪૧૯, ૧૨ બી મુજબ ગુનો નોંધ્યો હતો, અને તપાસનો દોર શરૂ કરાયો છે.

પોલીસ નકલી પોલીસ ટુકડી પૈકીના સરવણિયા ગામના એક શખ્સ તેમજ મૂળીલા ગામના બે શખ્સને ઉઠાવી લેવાયા છે, અને ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેની પૂછપરછના અંતે સમગ્ર લૂંટની ઘટના પરથી પડદો ઉચકાશે. સરવાણીયા ગામમાં જ રહેતો અને ગેરેજ ચલાવતો એક શખ્સ  કે જેણે પૈસા પડાવવા માટેનું કાવતરું રચવાના મામલામાં ઉઠાવી લઈ પોલીસ મથકે લાવવામાં આવ્યો છે.ઉપરાંત નકલી પોલીસ બનીને આવેલા કાલાવડ તાલુકાના મુળીલા ગામના બે શખ્સોને કાલાવડ ટાઉન પોલીસની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. જે ઓની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

 ખેડૂતને જમીનની વેચાણની મોટી રકમ આવી હોવાથી પૈસા પડાવવા કાવતરું રચ્યું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના હસમુખભાઈ બાબુભાઈ પાનસુરિયાને નકલી પોલીસ ભેટો થયો હતો અને રૂપિયા દોઢ લાખ પડાવી દીધા હતા. જે ખેડૂતે તાજેતરમાં જ પોતાની જમીન વેચી હોવાથી તેની મોટી રકમ આવી હોવાનો અને તેની પાસે પૈસા પડ્યા હોવાનો અનુમાન લગાવીને તું તારું શખ્સોએ પૈસા પડાવવાના પૂર્વયોજીત કાવતરું ઘડ્યું હતું. અને પ્રાથમિક તપાસના અંતે મુળીલા ગામના બે શખ્સ શખ્સ તેમજ સરવાણીયા ગામના એક શખ્સને ઉઠાવી લીધા છે, અને નજીકના ભવિષ્યવમાં જ આ ઘટના પરથી પડદો ઉચકાવાય તેમ મનાઈ રહ્યું છે. આ બનાવમાં અન્ય કેટલીક વ્યક્તિ પણ સામેલ હોવાનું પોલીસ દ્વારા અંદાજવામાં આવ્યું છે, અને તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.











.