માનવ જિંદગી અને પર્યાવરણ બચાવવા ઈકોફ્રેન્ડલી મૂર્તિ જરૂરી, ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી સઘન પ્રયાસથી 90% મંડળો ઈકોફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું સ્થાપન કરતા થયા - જીતુભાઈ લાલ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં ધાર્મિક તેમજ અન્ય સેવાકીય કર્યો સાથે જોડાયેલી સંસ્થાઓ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં ઉજવવામાં આવનારા ગણપતિ મહોત્સવ દરમ્યાન જામનગર શહેરના ગણપતિ મંડળો પર્યાવરણ પ્રત્યે જગૃતિ લાવવા માટે ભાગીદાર બને અને પીઓપીની મૂર્તિના બદલે ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે તે હેતુ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના ગણપતિ મંડળના સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના નેજા હેઠળ ગુરુવાર તા. 31-08-2023ને સાંજે 7:00 કલાકે લોહાણા મહાજન વાડી જામનગર ખાતે જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સાથે જોડાયેલા ગણપતિ મંડળના સંચાલકોને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા માનવ જિંદગી અને પર્યાવરણને બચાવવા ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના માટે છેલ્લા છ વર્ષથી સઘન પ્રયાસ દ્વારા શહેરમાં 90% ગણપતિ મંડળો ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે જેની હર્ષની લાગણી અનુભવી હતી.
આ મિટિંગમાં જામનગર શહેરમાં ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બચાવનાર મૂર્તિકારો દવા માત્ર અને માત્ર માટી માંથી બનાવેલી નાની-મોટી સુંદર અને કલાત્મક ગણપતિની મૂર્તિઓનું સ્થળ પર જ નિર્દશન કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા ટ્રસ્ટી જીતુભાઈ લાલે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે અને માનવ જિંદગીનું જોખમ ન બને તે માટે આ મહોત્સવમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું સ્થાપન કરી વિસર્જન જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા વિસર્જન કુંડમાં જ અથવા ઘરે જ વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી અને આ બેઠકમાં હાજર રહેનાર ગણપતિ મંડળના સંચાલકોના આભાર પણ માનેલ હતો. આ મીટીંગનું સંચાલન ગીરીશભાઈ ગણાત્રાએ કરેલ હતી.
0 Comments
Post a Comment