જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં ઊંચા પદ પર રહેલા એક અગ્રણીના ટ્વીટર હેન્ડલ પર વીવાદિત ટિપ્પણી સાથેની પોસ્ટ મૂકી અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈ મનસ્ય ફેલાય ફેલાય તેવું દુષ્કૃત્ય આચરનાર રાજસ્થાનના ઉદયપુરના એક શખ્સની જામનગરની સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે.
જામનગરમાં એક ખાનગી સંસ્થામાં સારા પદ ઉપર નોકરી કરતા નાગરિકને સમાજમાં બદનામ કરવા માટે પોતાના ટ્વિટર એકાઉન્ટ નામના યુઝર્સે પોતે એક વિવાદિત પોસ્ટ મુકાવી પોતાની આઈડીથી ફોટા સાથે સનાતન ધર્મ વિરુદ્ધ અભદ્ર ભાષામાં શબ્દો વાળું અને અપમાનજનક લખાણ તૈયાર કરીને પોસ્ટ મૂકવામાં આવી હતી. જે પોસ્ટ અંગે ફરીયાદી દ્વારા જામનગરના સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જામનગરના નાગરિકોમાં ધાર્મિક લાગણી દુભાય, તેમજ હિન્દુ ધર્મ વિરુદ્ધ વીવાદિત લખાણ લખી બે અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવાના હેતુસર કોઈ શખ્સ દ્વારા આવું કૃત્ય કરાયું હોવાથી તે મામલે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૪૬૯, ૪૭૧, ૫૦૦, ૫૦૧, ૧૫૩, ૧૫૩(અ), ૨૯૫, ૫૦૫(૨) તથા આઈટીએક્ટ કલમ ૬૬(સી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુના અંગેની ઊંડાણપૂર્વકની તપાસના અંતે સાઇબર સેલના પી.આઇ. એ. આર. રાવલ તેમજ સ્ટાફના કુલદીપસિંહ જાડેજા, ભગીરથ સિંહ જાડેજા વગેરે ટેક્નિકલ એનાલિસિસ ના આધારે તપાસનો દોર રાજસ્થાનના જયપુર સુધી લંબાવ્યો હતો, અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈને સંજય શ્યામ સુંદર સોની નામના ૩૬ વર્ષના શખ્સ ની અટકાયત કરી લીધી હતી. જેણે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે, અને સોશિયલ મીડિયા ઇનફલ્યુએન્ઝર તરીકે કામ કરે છે. જેને અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછ પરછ ચલાવવામાં આવી છે, અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં નોંધાયેલા ગુન્હામાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

.