સંસ્થા દ્વારા ભગવાન સ્વરૂપ બાળકને ગણીને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યું: પોલીસને જાણ કરાઇ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના શ્રી કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાં તાજેતરમાં અનામી પારણું મુકવામાં આવ્યું હતું. અને જો કોઈ વ્યક્તિ પોતાના સંતાનને જાહેર કરવા માંગતા ન હોય અથવા તો બાળકને સાચવી શકે તેમ ન હોય તેને લઈને અનામી પારણું રાખવામાં આવ્યું હતું, જેમાં જન્માષ્ટમીની રાત્રે એક બાળક આવ્યું છે.

સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા મોડી રાત્રે કૃષ્ણ ભગવાનના સ્વરૂપ આ બાળકને લઈને તત્કાલ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યું છે, સાથો સાથ પોલીસને પણ જાણ કરાઇ છે. જામનગરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ દ્વારા તાજેતરમાં જ અનામી પારણાં અંગેની અખબારી માધ્યમોથી જાણકારી આપવામાં આવી હતી, અને તેના ટૂંકા ગાળામાં જ ગઈકાલે જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ ભગવાન સ્વરૂપ બાળક (પુત્ પારણામાં મુકાયો હતો. જેથી  શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર વગેરે દ્વારા તત્કાલ અસરથી બાળકને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયું હતું, અને જિલ્લા પોલીસવડા સહિત ને જાણકારી આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા અનામી પારણા ની જાહેરાત કરી હોવાથી આખરે એક બાળકને આશરો મળ્યો છે, અને સંસ્થા દ્વારા બાળકની હાલ સાર સંભાળ કરવામાં આવી રહી છે. જે બાળક એકદમ સ્વસ્થ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


.